મહિલાએ જે પંચાયત ઓફિસમાં 10 વર્ષ ઝાડું પોતા કર્યા ત્યાં જ હવે અધ્યક્ષ પદ શોભાવશે

મહેનતનું ફળ માણસને એક દિવસ જરૂર મળે છે. આવું જ કઈંક કેરળના કોલ્લમમાં જોવા મળ્યું. 46 વર્ષના એ.આનંદવલ્લી બ્લોક પંચાયતના અધ્યક્ષ  બન્યા છે. આ જ જગ્યાએ તેઓ ઝાડું પોતાનું કામ કરતા હતા. 
મહિલાએ જે પંચાયત ઓફિસમાં 10 વર્ષ ઝાડું પોતા કર્યા ત્યાં જ હવે અધ્યક્ષ પદ શોભાવશે

કોલ્લમ: મહેનતનું ફળ માણસને એક દિવસ જરૂર મળે છે. આવું જ કઈંક કેરળના કોલ્લમમાં જોવા મળ્યું. 46 વર્ષના એ.આનંદવલ્લી બ્લોક પંચાયતના અધ્યક્ષ  બન્યા છે. આ જ જગ્યાએ તેઓ ઝાડું પોતાનું કામ કરતા હતા. 

10 વર્ષથી કરતા હતા કાંમ
એ.આનંદવલ્લી કેરળ કોલ્લમ જિલ્લાના પઠારપુરમમાં બ્લોક પંચાયતની ઓફિસમાં છેલ્લા 10 વર્ષથી એક કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરતા હતા. તેમું કામ સફાઈ કરવાનું અને બેઠકો દરમિયાન ચા આપવાનું હતું. હવે તેઓ આ જ બેઠકોની અધ્યક્ષતા કરશે. 

CPIM ની ટિકિટ પર ચૂંટાયા
એ.આનંદવલ્લી હાલમાં જ પૂરી થયેલી સ્થાનિક ચૂંટણીમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા હતા. અને બુધવારે બ્લોક અધ્યક્ષના પદ પર બિરાજમાન થયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આનંદવલ્લીએ 654 મતોના અંતરથી જીત મેળવી. તેમને SC/ST મહિલા માટે અનામત પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. 

રડી પડ્યા આનંદવલ્લી
આ ઉપલબ્ધિ બાદ આનંદવલ્લીએ કહ્યું કે મારી પાર્ટી જ આમ કરી શકે છે. હું વાસ્તવમાં તેમની ઋણી છું. તેમણે કહ્યું કે જ્યારે તેઓ બ્લોક અધ્યક્ષની બેઠક પર પહોંચ્યા તો આંસુ રોકાતા નહતા. 

6 હજાર રૂપિયા મળતી હતી સેલરી
આનંદવલ્લી માર્ક્સવાદી સમર્થક પરિવારમાંથી આવે છે અને તેમા પતિ વ્યવસાયે ચિત્રકાર તથા માકપાના સક્રિય કાર્યકર પણ છે. આનંદવલ્લીએ વર્ષ 2011માં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે પંચાયત ઓફિસ જોઈન કરી હતી અને તેમનું વેતન 2000 રૂપિયા પ્રતિ માસ હતું. જો કે હવે તેમને 6000 રૂપિયા સેલરી મળતી હતી. નવો કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે અસ્થાયી પદથી રાજીનામું આપી દીધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news