બલરામપુરઃ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં રાપ્તી નદીમાં કોરોના સંક્રમિત એક વ્યક્તિનો મૃતદેહ ફેંકવાનો વીડિયો વાયરલ થયો છે. ઘટના સામે આવ્યા બાદ નગર કોતવાલીમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી (સીએમઓ) ડો. વિજય બહાદુર સિંહે રવિવારે જણાવ્યુ કે, રાપ્તી નદીમાં ફેકાંયેલો મૃતદેહ સિદ્ધાર્થનગર જિલ્લાના શોહરતગઢના રહેવાસી પ્રેમનાથ મિશ્રનો છે. 


સારવાર દરમિયાન થયું હતું નિધન
ડો. વિજય બહાદુર સિંહે જણાવ્યુ કે, 25 મેએ કોરોના સંક્રમિત થવા પર પ્રેમનાથ મિશ્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને 28 મેએ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયુ હતુ. સીએમઓએ જણાવ્યું કે, કોવિડ પ્રોટોકોલ પ્રમાણે પ્રેમનાથ મિશ્રનો મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, વાયરલ વીડિયોમાં મૃતદેહને રાપ્તી નદીમાં ફેંકતા જોઈ શકાય છે અને આ સંબંધમાં કોતવાલી નગરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાની તપાસ થઈ રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube