ચોરની આ અનોખી સ્ટાઈલની સમગ્ર દેશમાં ચર્ચા! ચોરી કર્યા પહેલા ભગવાનની સામે કર્યું આ કામ, અને પછી....
Rajgarh Theft Case: રાજગઢ જિલ્લાના મચલપુરમાં શુક્રવારે રાત્રે ચોરે ચોરીની આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. હવે આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Rajgarh Theft Case આપણાં ત્યાં એક કહેવત છે કે ખોટા કામ કરતાં પહેલાં એકવાર ભગવાનનો ડર રાખો. ત્યારે રાજસ્થાનના રાજગઢમાં એક ચોરે આ કહેવતને સાચી સાબિત કરી દીધી છે. વાત જાણે એમ છે કે આ ચોરે પેટ્રોલ પંપ પર ચોરીને અંજામ આપતા પહેલાં ત્યાં કેબિનમાં રાખેલા ભગવાનના દર્શન કર્યા. જાણે કે તે ભગવાનની માફી માગી રહ્યો હોય. ભગવાનના દર્શન કર્યા બાદ આ વ્યક્તિએ પેટ્રોલ પંપ પર હાથ ફેરો કર્યો અને અંદાજે દોઢ લાખથી વધુ રૂપિયા લઈને રફૂચક્કર થઈ ગયો છે.
આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા!
વાસ્તવમાં રાજગઢ જિલ્લાના મચલપુરમાં શુક્રવારે રાત્રે ચોરે ચોરીની આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. હવે આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
પેટ્રોલ પંપ પર ચોરીની ઘટનાને અંજામ આપ્યો
શનિવાર મોડીરાત્રે રાજસ્થાનના રાજગઢમાં આવેલા પેટ્રોલ પંપ પર ચોરીની ઘટનાને અંજામ આપ્યો. ખેતરના રસ્તેથી પેટ્રોલ પંપ પર ઘૂસી આવે છે. પરંતુ જેઓ તે કેબિનમાં પ્રવેશ કરે કે તેને ભગવાનનું મંદિર દેખાય છે. જે બાદ તે ભગવાનને દર્શન કરીને શીશ ઝુકાવે છે. જે બાદ તે ચોરીને અંજામ આપીને નીકળી જાય છે. ચોરીની આ આખી ઘટના કેબિનમાં લગાવેલા CCTVમાં કેદ થઈ છે.
મળતી માહિતી મુજબ શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ લગભગ 1 વાગ્યાની આસપાસ એક નકાબધારી ચોર રાજગઢ જિલ્લાના માચલપુર જીરાપુર રોડ પર સ્થિત ખેતરોમાંથી થઈને ભારત પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો. અહીંના પેટ્રોલ પંપની ઓફિસમાં ચોર ઘૂસતાની સાથે જ તેણે ભગવાનનું મંદિર જોયું. પછી ચોરે ત્યાં રાખેલી ભગવાનની મૂર્તિ જોઈને પ્રણામ કર્યા. પછી તેણે ચોરીના ગુનાને અંજામ આપ્યો. આ દરમિયાન ચોર ત્યાં રાખેલ લોકર તોડીને તેમાં રાખેલા આશરે દોઢ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો.
હાથમાં ચાકું લઈને આવ્યો હતો ચોર
સીસીટીવી કેમેરામાં ચોરની તસવીર કેદ થઈ ગઈ છે. જેમાં ચોર મોં પર રૂમાલ અને હાથમાં છરી રાખીને ચોરીને અંજામ આપવા આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધી રહી છે.