નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ગુરૂવારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચાર અધિકારીની કથીત ભ્રષ્ટાચારના આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તેના ડિરેક્ટરનો પણ સમાવેશ થાય છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પરિવહન વિભાગમાં ભ્રષ્ટાચારના આરોપો અંતર્ગત સીબીઆઈ દ્વારા આજે અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોએ જણાવ્યું કે, કામ મંજૂર કરવા માટે કેટલાક અધિકારીઓ દ્વારા લાંચ લેવામાં આવતી હતી. આ અંગેની ફરિયાદો વધી જતાં SAI દ્વારા CBIને આ ઘટનામાં વધુ તપાસ કરવા માટે જણાવાયું હતું. 


અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પીએમ મોદીએ ખરીદ્યું ખાદીનું જેકેટ, કરી ડિજિટલ ચૂકવણી


સમાચાર એજન્સી ANIના જણાવ્યા મુજબ, "સંસ્થામાં કેટલાક લોકો કામના બદલામાં લાંચની માગણી કરી રહ્યા છે એવી બે મહિના અગાઉ ફરિયાદ મળી હતી. CBIને આ સમગ્ર ઘટનાની તપાસ માટે વિનંતી કરવામાં આવી હતી. તાજેતરમાં જ CBI દ્વારા આ અંગે કેટલાક અધિકારીઓની પણ પુછપરછ કરવામાં આવી હતી." આ પુછપરછમાં મળેલી માહિતી બાદ સીબીઆઈ દ્વારા ગુરુવારે દરોડા પાડવામાં આવ્યા હતા. 


CBIમાં મોટો ફેરફારઃ રાકેશ અસ્થાના સહિત 4 અધિકારીઓની બદલી


SAIના ડિરેક્ટર જનરલ નીલમ કપૂરે જણાવ્યું કે, "SAIમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ચલાવી લેવાશે નહીં. ભ્રષ્ટાચાર સામેની દરેક કાર્યવાહીને અમે ટેકો આપીશું."


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...