લખનઉઃ બાબરી વિવાદ (Babri demolition)મામલામાં સીબીઆઈ કોર્ટ 4 જૂને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ સહીત બધા 32 આરોપીઓના નિવેદન નોંધશે. આ પહેલા વિશેષ કોર્ટ (અયોધ્યા પ્રકરણ)એ 18 મેએ સીબીઆઈને કેટલાક નિર્દેશ આપ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે બાબરી બાબરી વિવાદ મામલાની સુનાવણી કરવાના ઉદ્દેશ્યથી ન્યાયાલય કક્ષમાં વીડિયો કોન્ફરન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને પત્ર મોકલવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવાદિત માળખાના મામલામાં પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, ભાજપના નેતા મુરલી મનોહર જોશી, વિનય કટિયાર, ઉમા ભારતી અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય વગેરે આરોપી છે. વિશેષ ન્યાયાધીશ એસકે યાદવે પોતાના આદેશમાં તે પણ ઉલ્લેખ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે પાછલી 8મેએ વિશેષ ન્યાયાલયને વીડિયો કોન્ફરન્સ દ્વારા આ મામલાની કાર્યવાહી જારી રાખવાનો નિર્દેશ આપ્યો છે, કારણ કે કોરોના વાયરસ સંક્રમણને કારણે જાહેર લૉકડાઉનમાં આરોપી અને સાક્ષીઓને કોર્ટમાં વ્યક્તિગત રૂપે રજૂ કરવા મુશ્કેલ હશે. 


.. પરંતુ 14 મે સુધી નથી થયું કંઇ કામ
વિશેષ સીબીઆઈ કોર્ટે અદાલતને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશનાપાલનમાં આ જરૂરી છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ કોર્ટ કક્ષમાં વીડિયો કોન્ફરન્સની સુવિધા ઉપલબ્ધ કરાવે. પરંતુ તેઓ પહેલા 14 મે સુધી આ કામ પૂરુ કરવાની વાત કરી ચુક્યા છે પરંતુ નક્કી તારીખ સુધી કંઇ થયું નથી. 


Monsoon Forecast : 1 જૂનથી કેરલમાં સક્રિય થઈ શકે છે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન  


નોંધવામાં આવ્યા હતા 49 કેસ
આ વચ્ચે તે વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે વિશેષ અદાલતને સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર આ મામલાની સુનાવણી ગત 20 એપ્રિલ સુધી પૂરી કરી લેવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે તે શક્ય બન્યું નથી. જેથી વિશેષ કોર્ટની અરજી પર સુપ્રીમ કોર્ટે આ સમયમર્યાદા 31 ઓગસ્ટ સુધી વધારી આપી હતી. વિશેષ સીબીઆઈ કોર્ટ ફરિયાદી પક્ષના નિવેદન નોંધી ચુકી છે અને હવે તેણે અપરાધ પ્રક્રિયા સંહિતાના કલમ 313 હેઠળ આરોપીના નિવેદન નોંધવાના છે. હકીકતમાં 6 ડિસેમ્બર, 1992ના અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાના મામલામાં 49 કેસ નોંધવામાં આવ્યા હતા. તપાસ બાદ 49 આરોપીઓ વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 17 આરોપીઓના મૃત્યુ થઈ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર