નવી દિલ્હી: સીબીઆઇનું કહેવું છે કે, એસઆઇટી ચીફ રહી ચિટ ફંડ કેસમાં મહત્વના પુરાવા રાજીવ કુમારે નષ્ટ કર્યા છે. રાજીવ કુમારની ધરપકડ ના કરવાના આદેશ પર સુપ્રીમ કોર્ટમાં પુન:ર્વિચાર કરવાની અપીલ કરી છે. સીબીઆઇએ શનિવારે સુપ્રીમ કોર્ટમાં શારદા અને રોજ વેલી ચિટ ફંડ કેસમાં તાત્કાલીક એસઆઇટી ચીફ અને કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારની ભૂમિકા તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરી કોર્ટમાં માગ કરી છે કે તેઓ તેમના જુના આદેશ પર પુન:ર્વિચાર કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લાલુના બચાવમાં RJD નેતાનું વિવાદિત નિવેદન, જજ પણ ફોનથી જેલમાં કરે છે વાત


કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર અને તાત્કાલીન એસઆઇટી હેડ રાજીવ કુમારની ધરપકડ કરવા પર સ્ટે લાવી દેવામાં આવ્યો છે. જોકે, રાજીવ કુમારને સીબીઆઇ સામે હાજર થઇ તપાસમાં સહયોગ કરવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. સીબીઆઇએ તેમની તપાસ રિપોર્ટ કોર્ટમાં દાખલ કરી સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો છે કે, તેમને રાજીવ કુમારની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂરીયા છે. કેમકે ચિટ ફંડ કેસથી જોડાયેલ કેટલાક મહત્વના પુરાવા રાજીવ કુમારે નષ્ય કરી દીધા છે. જે પુરાવા શરૂઆતની તપાસ દરમિયાન એસઆઇટીને મળ્યા હતા. રાજીવ કુમારની ઉપર પુરાવ સાથે છેડછાડ કરવાનો મામલો સીધો બને છે.


વધુમાં વાંચો: ALTO 800 ના ચાહકોને ઝટકો, કંપની બંધ કરશે પ્રોડક્શન, કારણ છે ચોંકાવનારૂ


સુપ્રીમ કોર્ટે નિષ્પક્ષ તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલું પ્રોટેક્શન હટાવી, સીબીઆઇએ તેમની લગભગ 64 પેજની સ્ટેટસ રિપોર્ટમાં તાત્કાલીન એસઆઇટી ટીમના લોકોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે. આ સંપૂર્ણ મામલો વિવાદોમાં ત્યારે આવ્યો હતો જ્યારે સીબીઆઇની ટીમ પૂર્વ પોલીસ કમિશ્નરથી પૂછપરછ કરવા તેમના ઘરે ગઇ હતીય જ્યાં કોલકાતા પોલીસે ના માત્ર સીબીઆઇ અધિકારીઓની સાથે ખરાબ વર્તન કર્યું પરંતુ તેમને બંધક પણ બનાવ્યા હતા. ત્યારબાદ આ મામલો રાજકીય બનાવતા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી ધરણા પર બેસી ગાય હતા.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...