CBI વિવાદ: અસ્થાના લાંચકાંડની તપાસ કરી રહેલા એકે બસ્સી પણ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, કહ્યું- SIT તપાસ થાય
સીબીઆઇના વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર લાગે લાંચના આરોપોની તપાસ કરી રહેલા સીબીઆઇ ઓફિસર એકે બસ્સીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક વિખવાદમાં મંગળવારે નવો વળાંક આવ્યો છે. સીબીઆઇના વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર લાગે લાંચના આરોપોની તપાસ કરી રહેલા સીબીઆઇ ઓફિસર એકે બસ્સીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેમણે તેમના ટ્રાન્સફરને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે.
સીબીઆઇ અધિકારી એક બસ્સીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સંપૂર્ણ મામલાની એસઆઇટી તપાસ કરવાની માંગ કરી છે. એકે બસ્સીએ દાવો કર્યો છે કે અસ્થાનાની સામે શંકાસ્પદ સામગ્રી, ફોન રેકોર્ડ્સ, વ્હોટ્સ અપ સંદેશાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. બસ્સીના વકીલે મંગળવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની બેન્ચને અરજી પર શુક્રવારે સુનાવણી કરવાની માંગ કરી જેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે ‘અમે જોઇશું’