Raids at Manish Sisodia House: દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાના ઘરે સીબીઆઈ પહોંચી ગઈ છે. આ જાણકારી ડેપ્યુટી સીએમએ પોતે ટ્વીટ કરીને આપી છે. એક્સાઈઝ પોલીસી મામલે સીબીઆઈની ટીમોએ દિલ્હી-એનસીઆરની 21 જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. એક ટીમ તત્કાલિન દિલ્હી આબકારી આયુક્ત અરવા ગોપીકૃષ્ણના ઘરે પણ પહોંચી છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) તેમના ત્યાં પહોંચતા સિસોદીયાએ લખ્યું કે CBI આવી છે, તેમનું સ્વાગત છે. અમે કટ્ટર ઈમાનદાર છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણા દેશમાં જે સારું કામ કરે છે તેને જ પરેશાન કરવામાં આવે છે. આથી આપણો દેશ હજુ સુધી નંબર વન બની શક્યો નથી. 


સિસોદિયાએ વધુમાં લખ્યું કે આ લોકો દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના શાનદાર કામથી પરેશાન છે. આથી દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી અને શિક્ષણમંત્રીને પકડ્યા છે. જેથી કરીને શિક્ષણ સ્વાસ્થ્યના સારા કામ રોકી શકાય. અમારા બંને પર ખોટા આરોપ છે.કોર્ટમાં સત્ય સામે આવી જશે. અત્રે જણાવવાનું કે સત્યેન્દ્ર જૈન પણ જેલમાં કેદ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube