નવી દિલ્હી :દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના સંકટ વચ્ચે CBSE ની પરીક્ષાઓને લઈને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.CBSE ની ધોરણ 10ની પરીક્ષાઓ કેન્સલ કરવામાં આવી છે. તો સાથે જ ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોર્ડ પરીક્ષાઓને લઈને બુધવારે, 14 એપ્રિલ શિક્ષણ મંત્રાલય તેમજ સીબીએસઈના અધિકારીઓની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક યોજાઈ હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોના મહામારીથી પેદા થયેલી હાલની સ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે. 



તો કેવી રીતે બનશે ધોરણ 10નું રિઝલ્ટ
પહેલીવાર આવું થઈ રહ્યું છે કે, સીબીએસઈએ 10 ધોરણની પરીક્ષા કેન્સલ કરી છે. હવે સવાલ એ છે કે, આવામાં સ્ટુડન્ટ્સનુ રિઝલ્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવશે. પીએમ મોદીની બેઠકમાં આ વિષય પર પણ ચર્ચા થઈ હતી. ત્યારે સરકાર આ પરિણામ પર પહોંચી છે કે, તેના માટે સીબીએસઈ માપદંડ બનાવશે. તેના આધાર પર આ વર્ષે સીબીએસઈનું ધોરણ 10નું રિઝલ્ટ બનાવવામાં આવશે.