નવી દિલ્હી: સીબીએસઇ બોર્ડ (CBSE 10th, 12th results 2019)નું રિઝલ્ટ કોઇપણ દિવસે જાહેર થઇ શકે છે. આશા છે કે, આ અઠવાડીયામાં કોઇપણ દિવસે રિઝલ્ટ જાહેર થઇ જશે. રિઝલ્ટ જાહેર કરતા પહેલા CBSEની તરફથી રી-મૂલ્યાંકન, રી-ચેકિંગને લઇને નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. કોઇ વિદ્યાર્થિ તેના રિઝલ્ટથી નાખુશ છે તો તે આ પ્રક્રિયાને અપનાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: દિગ્વિજય સિંહને સરળતાથી હરાવી શકાય, ભોપાલના લોકો તેમને હરાવવા માટે બેતાબ: ઉમા ભારતી


જો વિદ્યાર્થિ તેના રિઝલ્ટખી નાખુશ છે અને તેને લાગે છે કે રિઝલ્ટ સારૂ આવું જોઇતું હતું તો તે રી-મૂલ્યાંકન પ્રક્રિયા અપનાવી શકે છે. તેના માટે દરેક વિષયની રી-મૂલ્યાંકન ફિ 500 રૂપિયા ભરવાની રહેશે. રિઝલ્ટ જાહેર થયા બાદ cbse.nic.in પર લિંક શેર કરવામાં આવશે.


વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: આઝમખાને મર્યાદા ઓળંગી, જયાપ્રદા વિશે આપ્યું આવું નિવેદન


રી-મૂલ્યાંકન માટે લિંક માત્ર એક દિવસ માટે એક્ટિવેટ થશે. એટલા માટે વિદ્યાર્થીઓએ તેને લઇને એલર્ટ રહેવાની જરૂર છે. દરેક સવાલના રી-મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓને 100 રૂપિયા આપવાના રહેશે. વિદ્યાર્થી જો ઇચ્છે છે કે તે બોર્ડ પરીક્ષાની તેની આંસર બુકલેટને ફરી જોવે તો તેને તેની ફોટોકોપી મળી શકે છે. 12th ના વિદ્યાર્થીઓને દરેક વિષય માટે 700 અને 10th ના વિદ્યાર્થીઓને દરેક વિષય માટે 550 રૂપિયા આપવાના રહેશે.


વધુમાં વાંચો: પીએમ મોદીના હેલિકોપ્ટરમાંથી ઉતારવામાં આવેલા 'રહસ્યમય કાળા બોક્સ' સામે કોંગ્રેસના સવાલ


2019માં CBSE 10th ની બોર્ડ પરીક્ષા 21 ફેબ્રુઆરીથી શરૂ થઇ હતી અને છેલ્લી પરીક્ષા 29 માર્ચે પૂર્ણ થઇ હતી. ત્યારે 12th ની પરીક્ષા 5 ફેબ્રુઆરીથી શરૂ થઇ હતી અને છેલ્લી પરીક્ષા 3 એપ્રીલ પૂર્ણ થઇ હતી. 2019માં 18.19 લાખ વિદ્યાર્થીઓએ 10th બોર્ડ પરીક્ષા માટે રજિસ્ટર થયા હતા. લગભગ 13 લાખ વિધ્યાર્થી 12th બોર્ડ પરીક્ષા માટે રજિસ્ટર થયા હતા. કુલ 3114821 પરીક્ષાર્થી આ વર્ષે 10th અને 12th બોર્ડની પરીક્ષા માટે રજિસ્ટર થયા હતા. તેમાંથી 1819077 વિદ્યાર્થીઓ અને 1295754 વિદ્યાર્થીનીઓ હતી.


વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: ક્રિકેટની પીચ પર કંઈક આ રીતે ઉર્મિલાએ કર્યો પ્રચાર


કેવી રીતે ચેક કરશો રિઝલ્ટ?
1. રિઝલ્ટ ચેક કરવા માટે વિદ્યાર્થીઓ cbs.nic.in વેબસાઇટ પર જઇ શકે છે.
2. ત્યાં એક ફોર્મ ખુલશે જેને ભરવાનું છે. ત્યાં તમારો રજિસ્ટ્રેશન નંબર સહિત અન્ય ઘણી જાણકારી માગવામાં આવે છે.
3. બધી જાણકારી આપ્યા ભર્યા બાદ રિઝલ્ટ તમારી સામે હશે. રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...