દિગ્વિજય સિંહને સરળતાથી હરાવી શકાય, ભોપાલના લોકો તેમને હરાવવા માટે બેતાબ: ઉમા ભારતી

મધ્ય પ્રદેશના ભોપાલ સંસદીય મતવિસ્તારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવવાની અટકળો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ટ્વિટ કર્યું કે ભોપાલની જનતા દિગ્વિજય સિંહને હરાવવા માટે બેતાબ છે.

દિગ્વિજય સિંહને સરળતાથી હરાવી શકાય, ભોપાલના લોકો તેમને હરાવવા માટે બેતાબ: ઉમા ભારતી

ભોપાલ: મધ્ય પ્રદેશના ભોપાલ સંસદીય મતવિસ્તારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવવાની અટકળો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ટ્વિટ કર્યું કે ભોપાલની જનતા દિગ્વિજય સિંહને હરાવવા માટે બેતાબ છે. તેમણે કહ્યું કે સિંહને તો ભાજપના કાર્યકર્તાઓ જ હરાવી દેશે. ઉમાએ રવિવારે અનેક ટ્વિટ કરી. તેમણે કહ્યું કે ભોપાલથી ઉમેદવાર નક્કી કરવાનો હક મારી પાસે નથી. તેનો નિર્ણય પાર્ટીની સંસદીય ટીમ કરે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું પડશે કે દિગ્વિજય સિંહને હરાવવા એ બિલકુલ મુશ્કેલ વાત નથી. હવે હું તમને ભૂતકાળ યાદ કરાવું છે. 

હોશંગાબાદથી સરતાજ સિંહ સામે પૂર્વ મુખ્યમંત્રી અર્જૂન સિંહ ચૂંટણી હારી ગયા હતાં
ભાજપના ડો.લક્ષ્મીનારાયણ પાંડે સામે મધ્ય પ્રદેશના તે સમયના મુખ્યમંત્રી કૈલાશ નાથ કાટ્જૂ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતાં. તેમણે વધુમાં લખ્યું કે, 'સુમિત્રા મહાજન સામે 1989ની લોકસભા ચૂંટણીમાં ઈન્દોરના પૂર્વ મુખ્યમંત્રી પી.સી.સેઠી હારી ગયા હતાં. ત્યારબાદ સતનામાં કુશવાહા સામે તથા હોશંગાબાદમાં સરતાજ સિંહ સામે પૂર્વ મુખ્યમંત્રી અર્જૂન સિંહ ચૂંટણી હારી ગયા હતાં. '

જુઓ LIVE TV

હું દિગ્વિજય સિંહજીને 2003માં જ શાસનમાંથી બહારનો રસ્તો બતાવી ચૂકી છું- ઉમા ભારતી
ઉમા ભારતીએ એક અન્ય ટ્વિટમાં લખ્યું કે, 'ભોપાલમાં તો આલોક સંજર, કૃષ્ણા ગૌર, રામેશ્વર શર્મા, શૈલેન્દ્ર શર્મા, આલોક શર્મા, ભગવાન દાસ સબનાની, વિશ્વાસ સારંગ વગેરેમાંથી ગમે તે દિગ્વિજિય સિંહને ચૂંટણીમાં હરાવી દેશે. આ અંગે મારું યોગદાન તો 2003માં જ પૂરું થઈ ગયું છે. હું દિગ્વિજય સિંહજીને 2003માં જ શાસનમાંથી બેદખલ કરી ચૂકી છું. મારી ભૂમિકા તો પૂરી થઈ ગઈ.' 

તેમણે વધુમાં લખ્યું કે, 'હરાવવા અને જીતાડવામાં જનતા અને કાર્યકર્તાઓની ભૂમિકા હોય છે, નેતાઓએ ઘમંડ રાખવો જોઈએ નહીં. તમે ભોપાલની પ્રકૃતિ સમજી લો. ભોપાલના લોકો દિગ્વિજય સિંહને હરાવવા માટે બેતાબ છે.' ઉલ્લેખનીય છે કે ભાજપ હજુ સુધી ભોપાલની સીટ માટે પોતાનો ઉમેદવાર જાહેર કરી શકી નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news