CBSE 10th Board Exam 2021 Cancelled: રદ્દ થઈ સીબીએસઈ ધોરણ-10ની પરીક્ષા, હવે આ રીતે પાસ થશે Students
CBSE Board Exam 2021 Live News Updates: CBSE Board Exam 2021 Live Updates - સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ (CBSE Board Exam 2021) ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હેઠળ ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ CBSE Board Exam 2021 Live Updates - સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ (CBSE Board Exam 2021) ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં કોરોના સંક્રમણ (Coronavirus In India) ના વધતા કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે. આ હેઠળ ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે.
જાણો શિક્ષણ મંત્રાલયનો નિર્ણય
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે (Education Minister Ramesh Pokhriyal 'Nishank') બેઠક પૂરી થયા બાદ ટ્વીટ કરી આ નિર્ણયની જાણકારી આપી છે. સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા જૂનમાં લેવાશે. તેની તારીખ 1 જૂને જાહેર કરવામાં આવશે. ત્યારે દેશની સ્થિતિને જોતા નિર્ણય કરવામાં આવશે. તો ધોરણ 10ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે.
દેશમાં વેક્સિન ચોરીની પ્રથમ ઘટના, આ રાજ્યની સરકારી હોસ્પિટલમાંથી 320 ડોઝની ચોરી
આ નિર્ણયથી મળી મોટી રાહત
પરીક્ષાઓ સ્થગિત કરવા માટે સીબીએસઈ બોર્ડ અને કેન્દ્ર પર રાજ્ય સરકારોનો ખુબ દબાવ હતો. વાલીઓ પણ આવા સમયમાં પરીક્ષાના આયોજનને લઈને સવાલ ઉઠાવી રહ્યાં હતા. આ નિર્ણય બાદ લાખો લોકોને રાહત મળી છે. હવે ધોરણ 12ની પરીક્ષાનું આયોજન સ્થિતિ સામાન્ય થયા બાદ થશે. આ માટે નવી તારીખો આગળ જાહેર કરવામાં આવશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube