Corona Vaccine Stolen: દેશમાં વેક્સિન ચોરીની પ્રથમ ઘટના, આ રાજ્યની સરકારી હોસ્પિટલમાંથી 320 ડોઝની ચોરી
Corona Vaccine Stolen: વેક્સિન ચોરી બાદ અજાણ્યા લોકો વિરુદ્ધ ચોરીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલના કોઈ કર્મચારીએ આ ચોરીમાં સહયોગ કર્યો છે.
Trending Photos
જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. રાજસ્થાનમાં કોરોના વેક્સિન (Corona vaccine) ની અછત બાદ વેક્સિનની ચોરી પણ થવા લાગી છે. જયપુરની એક સરકારી હોસ્પિટલમાંથી કો0વેક્સીનના 320 ડોઝની ચોરી થઈ છે. સ્વાસ્થ્ય વિભાગે અજાણ્યા લોકો સામે ચોરીની ફરિયાદ દાખલ કરી છે. સ્વાસ્થ્ય વિભાગ તે પણ તપાસ કરાવશે કે વેક્સિનનું ગેરકાયદેસર નેટવર્ક તો સક્રિય થયું નથીને.
કોરોના વેક્સિનની ચોરીનો આ દેશભરમાં પ્રથમ મામલો છે. ખાસ વાત છે કે જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી તો જે જગ્યાએથી વેક્સિન ચોરી થઈ ત્યાં સીસીટીવી બંધ હતા. તેવામાં શંકા છે કે હોસ્પિટલના કોઈ કર્મચારીના મિલીભગતથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
રાજસ્થાન 1 કરોડથી વધુ લોકોને રસી લગાવનાર બીજુ રાજ્ય છે. રાજસ્થાને સોમવારે બપોર સુધી એક કરોડથી વધુ લોકોનું રસીકરણ કરી દીધુ છે. રાજ્યમાં ચિકિત્સા અને સ્વાસ્થ્ય મંત્રી ડો. રઘુ શર્માએ રાજ્યના ચિકિત્સા કર્મીઓને એક કરોડથી વધુ લોકોનું રસીકરણ કરવા માટે શુભેચ્છા આપી હતી. તેમણે રાજ્યમાં લોકોને મોટા પાયે રસીકરણ કરાવવાની અપીલ પણ કરી હતી.
છેલ્લા ચાર દિવસથી દરરોજ 4.70 લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. 5 એપ્રિલે કુલ 5.44 લાખ, 6 એપ્રિલે 4.84 લાખ, 7 એપ્રિલે 5.81 લાખ, 8 એપ્રિલે 4.65 લાખ, 9 એપ્રિલે 4.21 લાખ, 10 એપ્રિલે 2.96 લાખ અને 11 એપ્રિલે 1.11 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે