નવી દિલ્હી: CBSE Board Exam 2021: સીબીએસઇ બોર્ડે 10મા ધોરણની પરીક્ષા રદ (CBSE 10th Board Exam Cancelled) કરી દીધી છે. દેશમાં કોરોના સંક્રમણથી લથડતી સ્થિતિ (Corona Cases In India) ના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાઓ રદ થતાં પોતાના પરિણામ (CBSE 10th Result 2021) ને લઇને ચિંતિત છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓ હજુપણ પરીક્ષા આપવા માટે તૈયાર છે. આ દરમિયાન સીબીએસઇ બોર્ડ (CBSE Board)એ ઓબ્જેક્ટિવ ક્રાઇટેરિયા પ્રોસેસ (Objective Criteria Process) હેઠળ રિઝલ્ટ જાહેર કરવાની તૈયારી કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કૂલો પાસે માંગ્યો વિદ્યાર્થીઓનો રિપોર્ટ
સીબીએસઇ બોર્ડ (CBSE Board) એ સ્કૂલોને એક નવું ફોર્મેટ મોકલ્યું છે. તમામ સ્કૂલો પાસે તે ફોર્મેટના આધારે વિદ્યાર્થીઓનો રિપોર્ટ મોકલવા માટે કહ્યું છે. તેમાં વિદ્યાર્થીઓનું વાર્ષિક પરર્ફોમન્સ (Yearly Performance) રિપોર્ટ મંગાવ્યો છે. તેમાં તેમના પ્રોજેક્ટ વર્ક (Project Work) અને અસાઇનમેંટ (Assignment) વગેરે સામેલ છે. સ્કૂલોને તેને આધાર બનાવીને જ રિપોર્ટ તૈયાર કરવો પડશે. 

Coronavirus Impact: Emergency માં આ રીતે કરો પૈસાની વ્યવસ્થા, તાત્કાલિક એકાઉન્ટમાં આવી જશે રકમ


15 મુદ્દા પર બનશે રિઝલ્ટ
સીબીએસઇ (CBSE) એ સ્કૂલોમાંથી 15 પોઇન્ટ પર જાણકારી માંગી છે. સ્કૂલો પાસે સાપ્તાહિક ટેસ્ટ (Weekly Test) સાથે ટર્મ પરીક્ષા (Term Exam) માં સામેલ વિદ્યાર્થીઓની સાથે જ તેમાં મળેલા માર્કનું વિવરણ માંગ્યું છે. શૈક્ષણિક સત્ર (Academic Session) 2020-21 માં વિદ્યાર્થી ઓનલાઇન ક્લાસીસ દ્વારા (Online Classes) અભ્યાસ કર્યો હતો. 


સેશનના અંતમાં સરકારના આદેશ પર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને સ્કૂલ બોલાવવામાં આવ્યા હતા. આ સમયગાળામાં વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ, અસાઇનમેંટ વગેરે પુરા કરવાની સાથે જ બાળકોના ઇન્ટરનલ અસાઇનમેંટ પણ કર્યા હતા. ઘણી સ્કૂલોમાં પ્રી-બોર્ડ પરીક્ષાઓ (CBSE Pre Board Exam 2021) પણ પુરી થઇ ગઇ હતી. હવે વિદ્યાર્થીના રિજલ્ટ તૈયાર કરવામાં તેમના માર્ક્સ મહત્વપૂર્ણ સાબિત થશે. 

કોરોનાનો ખાતમો કરવાના ખોટા દાવા કરનાર કંપનીને લીધી લપેટામાં, ફટકારી કારણદર્શક નોટીસ


શરૂ થઇ રિઝલ્ટની તૈયારીઓ
ભારતમાં કોરોના સંક્રમણના કેસ (Coronavirus In India) વધતા જાય છે. આવી સ્થિતિમાં કોઇપણ પરિક્ષા આયોજિત કરવી શક્ય નથી. સીબીએસઇ સહિત ઘણા રાજ્ય બોર્ડ પણ 10મા ધોરણૅના પરિણામ (CBSE 10th Result 2021) જાહેર કરવાની તૈયારી શરૂ કરી ચૂક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube