CBSE 10th Result 2020: આવતી કાલે CBSEનું ધોરણ 10નું પરિણામ, આ રીતે ચેક કરી શકશો રિઝલ્ટ
CBSE બોર્ડ ધોરણ 10નું પરિણામ નવા નિયમો મુજબ આવતી કાલે એટલે કે 15મી જુલાઈએ જાહેર કરવામાં આવશે. સીબીએસઈ બોર્ડ રિઝલ્ટ 2020ની જાહેરાત બોર્ડની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in પર બહાર પાડવામાં આવશે. વિદ્યાર્થી રિઝલ્ટની ડાઈરેક્ટ લિંકથી પોતાનું પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ પોાતની સીબીએસઈ બોર્ડ કક્ષાનું ધોરણ 10નું પરિણામ જોવા માટે સીબીએસઈની વેબસાઈટcbse.nic.in પર વિઝિટ કરવી પડશે. ત્યારબાદ ત્યાં બે ઓપ્શન જોવા મળશે. સીબીએસઈ વેબસાઈટ કે સીબીએસઈ રિઝલ્ટ, જેમાં રિઝલ્ટની લિંક પર ક્લિક કરીને રિઝલ્ટ પોર્ટલ પર પહોંચી શકાશે. સીબીએસઈના રિઝલ્ટ પોર્ટલ cbseresults.nic.in પર ડાઈરેક્ટ જઈને પણ વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે.
નવી દિલ્હી: CBSE બોર્ડ ધોરણ 10નું પરિણામ નવા નિયમો મુજબ આવતી કાલે એટલે કે 15મી જુલાઈએ જાહેર કરવામાં આવશે. સીબીએસઈ બોર્ડ રિઝલ્ટ 2020ની જાહેરાત બોર્ડની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in પર બહાર પાડવામાં આવશે. વિદ્યાર્થી રિઝલ્ટની ડાઈરેક્ટ લિંકથી પોતાનું પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ પોાતની સીબીએસઈ બોર્ડ કક્ષાનું ધોરણ 10નું પરિણામ જોવા માટે સીબીએસઈની વેબસાઈટcbse.nic.in પર વિઝિટ કરવી પડશે. ત્યારબાદ ત્યાં બે ઓપ્શન જોવા મળશે. સીબીએસઈ વેબસાઈટ કે સીબીએસઈ રિઝલ્ટ, જેમાં રિઝલ્ટની લિંક પર ક્લિક કરીને રિઝલ્ટ પોર્ટલ પર પહોંચી શકાશે. સીબીએસઈના રિઝલ્ટ પોર્ટલ cbseresults.nic.in પર ડાઈરેક્ટ જઈને પણ વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે પહેલા આપેલી જાણકારી મુજબ સીબીએસઈ રિઝલ્ટ 2020ની જાહેરાત 15મી જુલાઈ પહેલા કરવાની આશા વ્યક્ત કરી હતી. નિર્ણય મુજબ 13મી જુલાઈએ સીબીએસઈના 12મા ધોરણના પરિણામ જાહેર કરાયા હતાં.
સાઈટ પર રિઝલ્ટ જોવા માટે સ્ટેપ્સ...
સ્ટેપ 1: ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in કે cbseresults.nic.in પર જાઓ.
સ્ટેપ 2: વેબસાઈટના હોમપેજ પર અપાયેલા રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: નવું પેજ ખુલશે. અહીં તમે તમારો રોલ નંબર લખીને સબમિટ કરી દો.
સ્ટેપ 4: સ્ક્રિન પર તમારું રિઝલ્ટ આવી જશે.
સ્ટેપ 5: રિઝલ્ટ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લઈ લો.
ડિજીલોકરમાં રિઝલ્ટ
પરિણામોની જાહેરાત થાય બાદ બોર્ડ વિદ્યાર્થીઓના ડિજિટલ માર્કશીટ ડિજીલોકર દ્વારા ઉપલબ્ધ કરાવશે. ડિજીલોકર માર્કશીટ સરકારની ઉમંગ એપ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમંગ એપ પર સીબીએસઈ રિઝલ્ટ 2020ની માર્કશીટ ડાઉનલોડ કરવાના યૂઝર ઈન્ટરફેસ (યુઆઈ) અપડેટ કરી દેવાયા છે. ઉમંગ એપમાં સીબીએસઈ 12મા ધોરણનું રિઝલ્ટ 2020 માટે એક્ઝામ અને એક્ઝામ યર સેલિક્શનને એક્ટિવ કરી દેવાયું છે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ બસ પોતાની પરીક્ષા, રોલ નંબર, જન્મતારીખ અને એડમિટ કાર્ડ આઈડી જેવી જાણકારી સબમીટ કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાની ડિજિટલ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે.
આ રીતે પણ જોઈ શકશો રિઝલ્ટ
ઓનલાઈન રિઝલ્ટ જોવા સિવાય તમામ શાળા વિદ્યાર્થીઓને તેમના રજિસ્ટર ઈમેઈલ આઈડી ઉપર પણ પોતાનું રિઝલ્ટ મોકલશે. આ ઉપરાંત નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા કેટલાક ફોન નંબર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. જેના માધ્યમથી રિઝલ્ટની જાણકારી મેળવી શકાય છે. સીબીએસઈએ કક્ષા 12ના રિઝલ્ટને માઈક્રોસોફ્ટ એસએમએસ ઓર્ગેનાઈઝર એપ અને ડિજિરિઝલ્ટ એપ ઉપર પણ બહાર પાડેલા છે.