નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. બોર્ડના જણાવ્યાં મુજબ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ 15મી ફેબ્રુઆરી 2020થી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 20 માર્ચે પૂરી થશે અને ધોરણ 12ની પરીક્ષા 30 માર્ચના રોજ પૂરી થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વધુ માહિતી માટે cbse.nic.in વેબસાઈટ પર જઈને ચેક કરી શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓફીશિયલ ડેટશીટ મુજબ 10મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. 15 ફેબ્રુઆરીના રોજ દસમા ધોરણના વોકેશનલ વિષયોની પરીક્ષા છે. કોર વિષયોની પહેલી પરીક્ષા 26 ફેબ્રુઆરીના રોજ અંગ્રેજીની હશે. કોર વિષયનું છેલ્લું પેપર 18 માર્ચના રોજ સામાજિક વિજ્ઞાનનું રહેશે. જ્યારે 20 માર્ચના રોજ છેલ્લુ પેપર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને કોમ્યુટર એપ્લિકેશન્સ રહેશે. 


નાગરિકતા કાયદા પર સ્ટે મૂકવાની માંગ સુપ્રીમે ફગાવી, કેન્દ્રને પાઠવી નોટિસ 


એજ રીતે ધોરણ 12ની પરીક્ષાઓની શરૂઆત પણ 15મી ફેબ્રુઆરીથી થઈ રહી છે. બારમા ધોરણનું પહેલું પેપર પણ વોકેશનલ વિષયોનું જ છે. જ્યારે કોર વિષયનું પહેલુ પેપર 27 ફેબ્રુઆરીના રોજ આયોજિત થશે જે અંગ્રેજીનું હશે. બારમા ધોરણનું છેલ્લું પેપર 30 માર્ચના રોજ સોશિયોલોજીનું રહેશે. સીબીએસઈ બોર્ડ 2020 પરીક્ષાનું પરિણામ મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં જાહેર કરે તેવી શક્યતા છે. 


જુઓ LIVE TV



જે વિદ્યાર્થીઓ આ વખતે સીબીએસઈ બોર્ડની 10માં કે 12માં ધોરણની પરીક્ષા આપવા જઈ રહ્યાં છે તેમને સતત સીબીએસઈની વેબસાઈટ ચેક કરવાની સલાહ અપાય છે. કારણ કે ડેટશીટ બહાર પડ્યા બાદ હવે વિદ્યાર્થીઓના રોલ નંબર પણ બહાર પાડવામાં આવશે. તેની જાણકારી સીબીએસઈની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જ જાહેર કરાશે.