નવી દિલ્હીઃ સીબીએસઈ બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા કરાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને ઓડિશાએ પરીક્ષા કરાવવાની ના પાડતા એફિડેવિડ દાખલ કરી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે, ધોરણ 10 અને 12ની 1થી 15 જુલાઈ સુધી યોજાનારી પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે સીબીએસઈએ ધોરણ 10ની પરીક્ષા સંપૂર્ણ રીતે રદ્દ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે સીબીએસઈ ધોરણ 12 પરીક્ષાઓ હવે વૈકલ્પિક હશે. 


ક્યા આધારે થશે માર્કિંગ
માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સાથે બેઠકમાં બોર્ડના અધિકારીઓએ કહ્યું કે, 10મા ધોરણનું ઇન્ટરનલ અસેસમેન્ટથી પરિણામ તૈયાર કરવું સરળ છે. પરંતુ 12માં ધોરણના મામલામાં આ રીતે પરિણામ તૈયાર કરવામાં મુશ્કેલી આવશે. કારણ કે 12માં ધોરણના આધાર પર આઈઆઈટી, મેડિકલ સહિત ઘણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મળે છે. શાળાના ઇન્ટરનલ અસેસમેન્ટમાં ઘણા હોશિંયાર વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે. 


તેથી બોર્ડે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ધોરણ 12ના વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપવામાં આવશે. તેને શાળામાં થયેલી છેલ્લી ત્રણ પરિક્ષાઓમાં તેના પ્રદર્શનના આધાર પર માર્કસ આપવામાં આવશે. આસિવાય તેને કેટલાક મહિના બાદ યોજાનારી ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષામાં સામેલ થવાનો વિકલ્પ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ ઈચ્છે તો ઈમ્પ્રૂવમેન્ટ પરીક્ષા આપીને પોતાના ગુણમા સુધારો કરી શકે છે. 


સીમા વિવાદ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, લદ્દાખમાં 54 મોબાઇલ ટાવર લગાવવાનું કામ શરૂ


ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી-માર્ચમાં ચાલી રહેલી પરીક્ષાઓ કોરોના મહામારીને કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી. પછી સીબીએસઈએ 1 જુલાઈથી 15 જુલાઈ સુધી પરીક્ષાઓ યોજવાની વાત કરી હતી. આ માટે વિસ્તૃત ડેટશીટ પણ જારી કરવામાં આવી હતી. પરંતુ કોરોનાના વધતા કેસને જોતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ઘણી રાજ્ય સરકારો પણ તેના પક્ષમાં હતી. 


મહત્વનું છે કે વિદ્યાર્થીઓના વાલીઓએ કોરોના સંકટને જોતા સીબીએસઈ પરીક્ષા રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, સુપ્રીમ કોર્ટટે સુરક્ષાના મુદ્દાને કારણે બાકી સીબીએસઈ પરીક્ષાઓને રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. મંગળવારે તેના પર કોર્ટમાં સુનાવણી થઈ હતી. તો સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું કે, 25 જૂને બપોરે 2 કલાક સુધી અંતિમ નિર્ણય લેવામાં આવશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube