નવી દિલ્હી: CBSE ધોરણ 10 અને 12મા ની બોર્ડની પરીક્ષા આજે (સોમવાર)થી શરૂ થઇ ગઇ છે. CBSEના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે 10મા અને 12મા ની બોર્ડની પરીક્ષાઓમાં 28 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થશે. 10મા બોર્ડ માટે કુલ 16,38,428 જ્યારે 12મા બોર્ડ માટે 11,86,306 વિદ્યાર્થીઓએ નોંધણી કરી છે. 10મા ની બોર્ડની પરીક્ષા ભારતમાં 4,453 અને દેશની બહાર 78 કેંદ્રો પર આયોજિત કરવામાં આવી છે. આ પ્રકારે 12માની બોર્ડની ભારતમાં 4,138 અને વિદેશોમાં 71 કેંદ્રો પર આયોજિત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CCEને આ વર્ષે ખતમ કરવામાં આવી
CBSE દ્વારા આ વર્ષે ઘણા નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે 2009માં અપનાવવામાં આવેલી વ્યાપક અને સતત મૂલ્યાંકન (CCE)ને આ વર્ષે CBSEએ દૂર કરવાનો નિર્ણય કર્યો. આ વર્ષે 10મા બોર્ડની પરીક્ષાનું આયોજન વિના CCE (કંટિન્યૂઅસ એંડ ક્મ્પિહેંસિવ ઇવોલ્યૂશન) કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડાયાબિટીઝની બિમારીથી પીડાતા વિદ્યાર્થીઓને પરીક્ષા કેંદ્રો પર ખાવાની વસ્તુની મંજૂરી આપવામાં આવી છે. ખાસ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને લેપટોપની મદદથી પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવી છે, 


સુરક્ષાની આકરી વ્યવસ્થા
શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષાનું આયોજન કરવા માટે CBSEએ રાજ્યના સત્તાધીશો અને સ્થાનિક પોલીસ સાથે મળીને પુરતી વ્યવસ્થા કરી છે. આ વર્ષે 10મા બોર્ડ માટે 4,510 શારીરિક રીતે વિકલાંગ અને 12મા બોર્ડ માટે 2,846 શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીઓની નોંધણી કરાવી છે.