CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ, પીએમ મોદીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય
ધોરણ-12ના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. સીબીએસઈ ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ સીબીએસઈ ધોરણ 12 (CBSE Class 12) ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોનાના કેસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ધોરણ-12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ અસમંજસની સ્થિતિમાં હતા. હવે દેશના લાખો વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય સર્વોપરિ છે. આવા માહોલમાં બાળકોને તણાવ આપવો યોગ્ય નથી. પીએમ મોદીએ કહ્યુ કે, બાળકોના જીવને જોખમમાં મુકી શકીએ નહીં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube