CBSE 10th, 12th Board Exam 2025:  CBSE 10મી અને 12મી બોર્ડની પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીઓએ 75 ટકા હાજરી હોવી જરૂરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ સત્તાવાર નોટિસ જાહેર કરીને CBSE સંલગ્ન શાળાઓના આચાર્યોને જાણ કરી છે. બોર્ડે તમામ શાળાઓને ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અંગે CBSE પરીક્ષા પેટા-નિયમો 13 અને 14નું સખતપણે પાલન કરવાનો આદેશ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડું સર્જાયું તો ગુજરાતને કેટલી અસર થશે? જાણો ક્યારે અને કેટલો વરસાદ પડી શકે!


CBSE એ નોટિસ જારી કરીને કહ્યું છે કે શાળા માત્ર શિક્ષણ માટેનું કેન્દ્ર નથી. પરંતુ તે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે, 'વિષયનું જ્ઞાન આપવા સાથે શાળાઓ અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓ, ટીમ વર્ક, ચારિત્ર્ય નિર્માણ, મૂલ્યોને આત્મસાત કરવા, સહયોગ, વિવિધતા માટે આદર, સમાવેશ અને ઘણું બધું શિખવાડે છે. તેથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા શાળામાં નિયમિત હાજરી મહત્વપૂર્ણ છે.


કડીવાસીઓને આજનો દિવસ હંમેશાં યાદ રહેશે! 9 લોકોનો અવાજ હંમેશાં દબાઈ ગયો, PMOએ સહાય


25% છૂટ માત્ર મેડિકલ કેસ પર
બોર્ડના નિયમો મુજબ બોર્ડની પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછી 75% હાજરી ફરજિયાત છે. CBSE એ નોટિસમાં આગળ લખ્યું, 'બોર્ડ માત્ર મેડિકલ કટોકટી, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોમાં ભાગ લેવા અને અન્ય ગંભીર કારણો જેવી કટોકટીના કિસ્સાઓમાં 25% છૂટછાટની મંજૂરી આપે છે, એમાં પણ જો જરૂરી દસ્તાવેજો સબમિટ કરવામાં આવ્યા હોય.'


બિલ્ડરો નહી કરી શકે મનમાની! ચૂકવવા પડશે ફ્લેટના પૂરા રૂપિયા,સરકાર લઈ શકે છે આ નિર્ણય


વિદ્યાર્થીઓ ગેરહાજર રહેશે તો ભરાઈ જશે
શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને હાજરી પુરી ન કરવાના સંભવિત પરિણામો વિશે માહિતગાર કરે. બોર્ડે એ પણ જણાવ્યું કે જો સીબીએસઈ દ્વારા શાળાઓની ઓચિંતી તપાસ કરતી વખતે એવું જણાયું કે વિદ્યાર્થીઓ યોગ્ય રજાના રેકોર્ડ વિના ગેરહાજર છે, તો તે ધ્યાનમાં લેવામાં આવશે કે તેઓ નિયમિતપણે શાળાએ આવતા નથી. સીબીએસઈ (CBSE) તેમને પરીક્ષા માટે હાજર રહેવા દેશે નહીં. બોર્ડની પરીક્ષાની પરવાનગી નહીં આપે. ઉપરાંત, શાળાએ CBSEને હાજરીના અભાવના કેસ સબમિટ કર્યા પછી, રેકોર્ડમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને શૈક્ષણિક સત્રની 1લી જાન્યુઆરીના રોજ હાજરીની ગણતરી કરવામાં આવશે.


'તે મને બદચલન કહેતી હતી...' બોલ્ડ સીન્સ પર મલ્લિકા શેરાવતે કહ્યું, હિરોઈનો મને...


5 નવેમ્બરથી પ્રેક્ટિકલ શરૂ થશે
તમને જણાવી દઈએ કે CBSE એ તાજેતરમાં 10મા અને 12મા બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. પ્રેક્ટિકલ પરીક્ષાઓ 5 નવેમ્બરથી શરૂ થશે અને 5 ડિસેમ્બર સુધી ચાલશે. બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ શકે છે અને એપ્રિલ સુધી ચાલશે. CBSE થિયરી પરીક્ષા પહેલાં વિષય મુજબની ડેટશીટ બહાર પાડશે.