નવી દિલ્હીઃ કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ બોર્ડ) સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડે સ્પષ્ટ કર્યું કે, આવા સમયમાં ધોરણ-10ની બાકી પરીક્ષા કરાવવી સંભવ નથી, બાળકોને ઇન્ટરનલ બેસ પર પાસ કરી દેવામાં આવશે. પરંતુ 12મીના પેપરો પર સસ્પેન્સ હજુ યથાવત છે. મીડિયા સાથે વાત કરતા સીબીએસઈના સચિવ અનુરાગ ત્રિપાઠીએ કહ્યું કે, 12ના પેપર લૉકડાઉન અને આગળની સ્થિતિ પ્રમાણે પ્લાન થશે. પેપર ક્યારે થશે તેની જાણકારી 10 દિવસ પહેલા આપી દેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10માના બાકી પેપર રદ્દ
અનુરાગ ત્રિપાઠીએ 10માના બોર્ડની પરીક્ષા સાથે જોડાયેલા સવાલ પર કર્યું, '10માંની દેશમાં જે પરીક્ષા બાકી છે, તે નાના-નાના વિષય હતા. તેની હવે પરીક્ષા લેવાશે નહીં. ઇન્ટરનલ અસેસમેન્ટ અને બાકી આધાર પર તેનું પરિણામ બનાવવામાં આવશે. પ્રોડેટા આધાર પર. જણાવવામાં આવ્યું કે, આ વાત 1 એપ્રિલે જારી સર્કુલરમાં વાત કરવામાં આવી હતી.'


પરંતુ તોફાન વાળા નોર્થ ઈસ્ટમાં લેવાશે પેપર
દિલ્હીના નોર્થ ઈસ્ટ જિલ્લામાં ભણનાર વિદ્યાર્થીઓની 10માની પરીક્ષા પણ લેવાય શકી નહતી. અહીં તોફાનોને કારણે પેપર રદ્દ થઈ ગયા હતા. જણાવવામાં આવ્યું કે, ત્યાં પેપર જરૂર લેવાશે. આ વિસ્તારમાં માત્ર 6 મુખ્ય વિષયોની પરીક્ષા લેવાશે. 


12માંની પરીક્ષા લેવાશે?
તેના પર ત્રિપાઠીએ કહ્યું કે, 12માંની 12 વિષયોની પરીક્ષા લેવાની છે. તેનો નિર્ણય હવે લેવામાં આવશે. અનુરાગ ત્રિપાઠીએ સ્પષ્ટ કર્યું કે, 3 મે બાદ નક્કી કરવામાં આવશે કે 12માંની પરીક્ષા ક્યારે લેવાશે. જો લૉકડાઉન આગળ વધે છે તો પ્લાન તે પ્રમાણે તૈયાર કરવામાં આવશે. ત્રિપાઠીએ તે પણ જણાવ્યું કે, જે પેપર લેવાય ગયા છે તેની ઉત્તરવહીની ચકાસણી ક્યાંક શરૂ થઈ ગઈ છે. હાલ પરિણામ તૈયાર થતા બે મહિનાનો સમય લાગશે. 


12માં ધોરણના ક્યાં પેપર બાકી
બિઝનેસ સ્ટડી, ભૂગોળ, હિન્દી (ઇલેક્ટિવ), હિન્દી (કોર), હોમ સાયન્સ, સમાજશાસ્ત્ર, કમ્પ્યૂટર સાયન્સ (ન્યૂ અને ઓલ્ડ), ઇન્ફોર્મેશન પ્રેક્ટિસ (ઓલ્ડ અને ન્યૂ) બાયો ટેક્નોલોજી. 


NEET, JEE જેવી પરીક્ષાનું શું થશે
અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું કે, જે વિદ્યાર્થી NEET, JEE અથવા આવી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે, તેણે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે આ બધી પરીક્ષા પણ રદ્દ છે. 12માંની પરીક્ષા અને પરિણામ પહેલા તે યોજાવાની સંભાવના નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર