CBSE બોર્ડે જાહેર કર્યો પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે ધોરણ 10-12ની પરીક્ષા
CBSE Class 10th 12th 2024 Datesheet: સીબીએસઈ બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. 15 ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.
નવી દિલ્હીઃ CBSE Class 10th 12th 2024 Datesheet: સીબીએસઈ બોર્ડે ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10 એપ્રિલ 2024 સુધી આયોજીત કરવામાં આવશે. બોર્ડ પરીક્ષાઓ લગભગ 55 દિવસ સુધી ચાલશે. CBSE એ વર્ષ 2024માં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સાથે બોર્ડે કેટલાક દિશા નિર્દેશ પણ જાહેર કર્યાં છે.
CBSE Guideline For Exams:
1. બે વિષયો વચ્ચે પર્યાપ્ત ગેપ હોવો જોઈએ.
2. ધોરણ 12ના કાર્યક્રમમાં JEE Main ની પરીક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
3. આ ડેટશીટ બનાવતા સમયે તે વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે બે વિષયની પરીક્ષા એક તારીખ પર ન હોય.
4. પરીક્ષાનો સમય સવારે 10.30 કલાકે શરૂ થશે. ડેટશીટ પરીક્ષાના ઘણા દિવસ પહેલા એટલા માટે જાહેર કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરી શકે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube