શ્રીગંગાનગર : નાના બાળકોને લઈને શોપિંગ મોલમાં જતા માતા-પિતાની આંખ ઉઘાડતો એક કિસ્સો હાલમાં પ્રકાશમાં આવ્યો છે. ગુરુવારે શ્રીગંગાનગરના હનુમાનગઢ રોડ પર આવેલા સીજીઆર મોલમાં ફરવા આવેલા દંપતિના હાથમાંથી દસ મહિનાની માસુમ બાળકી માહી સરકીને નીચે પડી ગઈ હતી. તેને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પણ શુક્રવારે સવારે તેનું મોત થઈ ગયું હતું. આ ચોંકાવનારી ઘટના મોલના સીસીટીવી કેમેરામાં જોવા મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મળતી માહિતી પ્રમાણે દંપતિ મોલના ચોથા માળની ઓટોમેટિક સીડી પોતાની 10 માળની બાળકી સાથે હતી. આ સીડી ચડતી વખતે સંતુલન ગુમાવાને કારણે બાળકી પોતાની માતાના હાથમાંથી છટકીને ગ્રાન્ડફ્લોર પર પડી ગઈ હતી. હોસ્પિટલમાં ડોક્ટરે માહિતી આપી હતી કે ઉંચાઈ પરથી પડવાને કારણએ બાળકીના માથામાં ભારે ઇજા પહોંચી હતી જેના કારણે બાળકી કોમામાં ચાલી ગઈ હતી. આ બાળકીને આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી અને અહીં જ તેનું અવસાન થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાક્રમ મોલમાં આબાદ રીતે શૂટ થઈ ગયો છે. 


સીસીટીવીમાં રેકોર્ડ થયેલી આ ઘટના આપણને સાવચેત કરે છે જો મોલમાં જાઓ તો નાના બાળકો પર ખાસ નજર રાખો. આ સિવાય એસ્કેલેટર તેમજ રેલિંગની આસપાસ હો ત્યારે વિશેષ સાવચેતી રાખો કારણ કે થોડીક સેકંડની બેદરકારી આખા જીવનનું દુ:ખ બની શકે છે.