CCTV: મોત પહેલાં ક્લબમાં બળજબરીપૂર્વક દારૂ પીવડાવતો નવો વીડિયો આવ્યો સામે
ગોવા પોલીસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નીએ નેતા સોનાલી ફોગાટના મોત મામલે ધરપકડ કરેલા બે આરોપીઓ ને અને કથિત માદક પદાર્થની આપૂર્તિ કરનાર એક સંદિગ્ધ તસ્કરને શનિવારે કસ્ટડીમાં લીધા છે.
નવી દિલ્હી: ભાજપ નેતા સોનાલી ફોગાટના મોતના મામલે એક નવી વીડિયો ક્લિપ સામે આવી છે. જેમાં જોઇ શકાય છે કે તેમને ડાન્સ ફ્લોર પર દારૂ પીવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. વીડિયોમાં દેખાતી વ્યક્તિ સુધીર સાંગવાન જેવી લાગે છે. જે ફોગાટના બે સહયોગીઓમાંથી એક છે. જેમને પોલીસ દ્રારા હત્યાના મામલે તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્રારા આ ક્લિપનો હવાલો આપવામાં આવ્યો છે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે સુધીર સાંગવાને સોનાલી ફોગાટને બળજબરીપૂર્વક 'કંઇક પદાર્થ' પીવડાવતા જોવા મળ્યા છે. પોલીસના અનુસાર સહયોગી તેના મોત પહેલાં હોટલ ગ્રાંડ લિયોની લઇ ગયા, જ્યાં તે બધા રોકાયા હતા.
પોલીસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તપાસ અધિકારીએ સંબંધિત પરિસરના સીસીટીવી રેકોર્ડિંગની તપાસ કરી, અને જાણવા મળ્યું છે કે સુધીર, સોનાલીને પાણીની બોટલમાં કથિત રીતે કંઇક પીવડાવવા માટે બળજબરી કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે ગોવા પોલીસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નીએ નેતા સોનાલી ફોગાટના મોત મામલે ધરપકડ કરેલા બે આરોપીઓ ને અને કથિત માદક પદાર્થની આપૂર્તિ કરનાર એક સંદિગ્ધ તસ્કરને શનિવારે કસ્ટડીમાં લીધા છે. અધિકારીએ કહ્યું કે બંને આરોપીઓએ પોતાના નિવેદનમાં સંદિગ્ધ પાસે માદક પદાર્થ ખરીદવાની વાત 'સ્વિકાર' કરી હતી, ત્યારબાદ સંદિગ્ધ માદક પદાર્થ તસ્કર દત્તાપ્રસાદ ગાંવકરને અંજુનાથી કસ્ટડીમાં લેવામાં આવ્યા.
Asia Cup: પાકિસ્તાનની ખૈર નહી! ઘાતક ફોર્મમાં પરત ફર્યા તીમ ઇન્ડીયાના 3 ખતરનાક બેટ્સમેન
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube