નવી દિલ્હી/કુન્નૂર: ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકો તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યા. આ દુર્ઘટનામાં ફક્ત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો જ બચાવ થયો છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ અને રક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના પાર્થિવ શરીરને ગુરુવારે સવારે કોઈમ્બતુરથી હવાઈ માર્ગે દિલ્હી લાવવામાં આવશે. આ બાજુ રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે સંસદમાં આ હેલિકોપ્ટર દુર્ઘટના પર નિવેદન આપ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને બેંગ્લુરુ શિફ્ટ કરાશે
કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હાલ લાઈફ સપોર્ટ પર છે. તથા તેમની વેલિંગ્ટન આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલે છે. સારા ઈલાજ માટે તેમને બેંગલુરુ શિફ્ટ કરાઈ રહ્યા છે. ભારતીય વાયુસેનાના અધિકૃત નિવેદન મુજબ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર વ્યક્તિ છે જે આ દુર્ઘટનામાં બચી ગયા છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમા આગ લાગી ગઈ હતી. આગને કારણે તેઓ ખુબ દાઝી ગયા છે. 


CDS બિપિન રાવત જે હેલિકોપ્ટરમાં સવાર હતા તેના ભૂક્કા બોલાઈ ગયા, જુઓ દર્દનાક તસવીરો


કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ
વાયુસેનાએ કહ્યું કે એમઆઈ-17 વીએચ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને આ અકસ્માતના કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે. હેલિકોપ્ટરે કોયંબતુરની પાસે સુલુર વાયુસેના બેસથી ઉડાણ ભરી હતી અને કુન્નૂર ફાયર વિભાગને 12 વાગે ઘટનાની સૂચના મળી હતી. 


તૂટી પડતા પહેલા મકાન સાથે ટકારાયું હતું હેલિકોપ્ટર 
અધિકૃત સૂત્રો અને એક સ્થાનિક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ ધુમ્મસની સ્થિતિમાં હેલિકોપ્ટર ઓછી ઊંચાઈ પર ઉડી રહ્યું હતું. આ દરમિયાન એક ખીણમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. હેલિકોપ્ટર ઝાડ સાથે ટકરાતા જમીન પર પડ્યું અને પડતા જ તેમાં આગ લાગી ગઈ. એક પ્રત્યક્ષદર્શી પેરુમલે જણાવ્યું કે હેલિકોપ્ટર પડતાની સાથે જ એક મકાન સાથે પણ ટકરાયું. જો કે ઘરમાં અકસ્માત સમયે કોઈ ન હોવાના કારણે જાનહાનિ થઈ નહીં. પરંતુ મકાનને તેનાથી નુકસાન થયું. તેમણે જણાવ્યું કે આગની જ્વાળામાં લપેટાયેલા બે વ્યક્તિ હેલિકોપ્ટરથી નીચે પડ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube