CDS બિપિન રાવત જે હેલિકોપ્ટરમાં સવાર હતા તેના ભૂક્કા બોલાઈ ગયા, જુઓ દર્દનાક તસવીરો
આ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા.
તમિલનાડુના નીલગિરિ જિલ્લાના કુન્નૂરમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત એનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ હતા અને એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં બિપિન રાવતના પરિવારના સભ્યો પણ હતા. અકસ્માત બાદ ત્રણ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં CDS બિપિન રાવત અને તેમના પત્ની સહિત 13 લોકોના કરુણ મોત નિપજ્યા છે. એક વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે જેની તબિયત નાજુક હોવાનું કહેવાય છે. હેલિકોપ્ટર સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું.
એરફોર્સે કરી પુષ્ટિ
ભારતીય વાયુસેનાએ ટ્વીટ દ્વારા જણાવ્યું કે IAF Mi-17V5 હેલિકોપ્ટર કે જેમા CDS જનરલ બિપિન રાવત પણ સવાર હતા તેનો તામિલનાડુના કુન્નૂર નજીક અકસ્માત થયો. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં લાગી આગ
ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ અને સમગ્ર વિસ્તારમાં ધૂમાડાના ગોટેગોટા છવાઈ ગયા. હેલિકોપ્ટર જે વિસ્તારમાં તૂટી પડ્યું તે જંગલ વિસ્તાર છે.
ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં લાગી આગ
બિપિન રાવતના પત્ની પણ હતા
દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પણ આ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં હતા અને તેમના મોત નિપજ્યા છે. હેલિકોપ્ટર સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું.
13 લોકોના મોત
આ દુર્ઘટનામાં 13 લોકોના કરુણ મોત નિપજ્યા છે.
ઘટનાસ્થળની તસવીર
ઘટનાસ્થળેથી હચમચાવી નાખે તેવી તસવીરો સામે આવી છે.
સમગ્ર દુર્ઘટનાની પ્રતિકાત્મક પ્રસ્તુતિ
તમિલનાડુના કુન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, ZEE 24 કલાક પર જુઓ સમગ્ર દુર્ઘટનાની પ્રતિકાત્મક પ્રસ્તુતિ...
બિપિન રાવત તેમના પત્ની સાથે
Trending Photos