સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત, કેજી સેક્ટરમાં કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ
પાકિસ્તાન (Pakistan) દ્વારા સીમા પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગત રાત્રે લગભગ 2:30 વાગે પણ પાકિસ્તાન દ્વારા જમ્મૂ (Jammu) ના પૂંછ (Poonch) સ્થિર કેજી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, જેમાં એક જવાન શહીદ થઇ ગયો. ભારતીય સેનાએ પણ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો.
જમ્મૂ: પાકિસ્તાન (Pakistan) દ્વારા સીમા પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગત રાત્રે લગભગ 2:30 વાગે પણ પાકિસ્તાન દ્વારા જમ્મૂ (Jammu) ના પૂંછ (Poonch) સ્થિર કેજી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, જેમાં એક જવાન શહીદ થઇ ગયો. ભારતીય સેનાએ પણ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત મંગળવારે પણ પાકિસ્તાને પૂંછ જિલ્લાના કિરની સેક્ટરમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય એનાએ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો, તેની થોડી મિનિટ બાદ પાકિસ્તાને ગોળીબારી બંધ કરી દીધી હતી.
પાન મસાલા અને ફેરનેસ ક્રીમની જાહેરાતોમાં સૈનિકોનો ઉપયોગ નહી થાય, લેવી પડશે સેનાની પરવાનગી
મળતી માહિતી અનુસાર પાકિસ્તાને કિરની સેક્ટરમાં સવારે 7.40 વાગે અચાનક ગોળીબારી શરૂ કરી દીધી હતી. પાકિસ્તાને કિર સેક્ટરમાં એલઓસીના છેડે નાના હથિયારો વડે ગોળીબારી કરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારબાદ ભારતીય સેનાએ યોગ્ય સમયે આકરો જવાબ આપ્યો. ત્યારબાદ પાકિસ્તાને લગભગ 20 મિનિટ બાદ ફાયરિંગ બંધ કર્યું હતું.
જમ્મૂ કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શ્રીનગરમાં ટ્રાન્સપોર્ટ અને ટેલીફોન સેવાઓ ઠપ
ગત શનિવારે સવારે પણ પાકિસ્તાને પૂંછ (Poonch)ના શાહપુર કિરની સેક્ટરમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરતાં ગોળીબારી શરૂ કરી દીધી હતી. ભારતીય સેના (Indian Army) એ તાત્કાલિક જવાબ આપ્યો હતો.