મોદી સરકારની કાર્યવાહી, શીખ ફોર જસ્ટિ સાથે જોડાયેલ એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક
સૂચના તથા પ્રસારણ મંત્રાલયે ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલ પંજાબ પોલિટિક્સ ટીવી વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે શીખ ઓફ જસ્ટિસ સાથે જોડાયેલ એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લોક કરી દીધા છે. મંત્રાલય તરફથી પંજાબ પોલિટિક્સ ટીવીની એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લોક કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
હકીકતમાં માહિતી પ્રચારણ મંત્રાલયનું કહેવું છે કે વિદેશ આધારિત પંજાબ પોલિટિક્સ ટીવીની એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટના શીખ ફોર જસ્ટિસની સાથે ઘનિષ્ટ સંબંધ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube