નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરૂવારે કેબિનેટની બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદ યોજીને કેબિનેટના નિર્ણયની જાણકારી આપી હતી. કેબિનેટે ઇથેનોલ, જૂટ અને દેશમાં રહેલા બાંધોનો લઈને નિર્ણય કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય કેબિનેટે ગુરૂવારે ઇથેનોલ, જૂટની ખરીદ માટે નવા તંત્રને મંજૂરી આપી દીધી છે, સાથે ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે વર્ષ 2020-2021 માટે ઇથેનોલના નવા ભાવ નક્કી કર્યા છે, જે હવે 62.65 રૂપિયા પ્રતિ લીટર હશે.


આ સિવાય જૂટની બેગનો ઉપયોગ વધારવા માટે ખાદ્ય સામાનને જૂટની બેગમાં પેકિંગ કરવામાં આવશે. હવે ખાદ્યનની 100 ટકા પેકિંગ જૂટના થેલા અને ખાંડના વીસ ટકા સામાનની પેકિંગ જૂટના થેલામાં થશે. સામાન્ય લોકો માટે જૂટના થેલાના શું ભાવ હશે, તેનો નિર્ણય કમિટી કરશે. 


અભિનંદન માટે પાકિસ્તાનના ફોરવર્ડ બેસ પર તબાહી મચાવવાની તૈયારીમાં હતી વાયુસેના

બાંધો સાથે જોડાયેલી યોજનાના બજેટનો 80 ટકા ભાગ વર્લ્ડ બેન્ક અને AIIBથી આવશે. સાથે 19 રાજ્યોને આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. યોજનાના બીજા તબક્કામાં બાંધોની સંખ્યા વધારવામાં આવશે. શરૂઆતમાં કુલ 736 બાંધ સામેલ કરવામાં આવ્યા છે. બાંધોની સુરક્ષા સિવાય તેને ટૂરિસ્ટ પ્લેસ બનાવવાનો માર્ગ શોધવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube