નવી દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી દિલ્હીની કેજરીવાલ સરકારને ગુરૂવારે મોટો ઝડકો આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે દિલ્હી મેટ્રોમાં મહિલાઓને નિ:શૂક્લ યાત્રા કરવા માટે મોકલવામાં આવેલા પ્રસ્તાવને રદ કરી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ પ્રસ્તાવમાં કેટલીક ખામીઓ છે. એઠલા માટે હાલ પૂરતો આ પ્રસ્તાવ રદ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: દૂધની ખાલી થેલીના પણ ગ્રાહકોને મળશે પૈસા...


તમને જણાવી દઇએ કે, આ પહેલા 12 જૂને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હી મેટ્રોએ આપ સરકારને મહિલાઓની નિ:શૂલ્ક યાત્રાનો રિપોટ મોકલ્યો હતો અને ભાડ નિર્ધારણ સમિતિની મંજૂરી લેવા સહિતની જરૂરી તૈયારીઓ માટે ઓછામાં ઓછા આઠ મહિનાનો સમય લાગશે. તેમણે કહ્યું કે, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) પાસેથી તેમની સરકારને મળેલા રિપોર્ટમાં ભાડ ડિસ્કાઉન્ટને નાણાકીય કરવા માટે 1566.61 કરોડ રૂપિયા વર્ષની જરૂરીયા પડવાની વાત કરી હતી.


વધુમાં વાંચો:- ફરીદાબાદ: હરિયાણાના કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની ગોળી મારી હત્યા


મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે, ભાડ નિર્ધારણ સમિતિની મંજૂર ફક્ત ‘ઔપચારીક’ છે અને તેમણ ચિંતા વ્યક્ત કરી હતી કે, તે સરકારની મહત્વકાંક્ષી યોજના માટે અડચણ ઉભી કરી શકે છે. અધિકારીઓએ કહ્યું હતું કે, દિલ્હી મેટ્રોના ભાડા સંબંધિત નિર્ણય માટે કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલી ભાડા નિર્ધારણ સમિતિની રચના કરવામાં થોડો સમય લાગી શકે છે.


વધુમાં વાંચો:- ભારતે પાકિસ્તાનને ગણાવી આતંકની ઇન્ડસ્ટ્રી, US કહ્યું- આતંકવાદ ફેલાવવાનું બંધ કરો


દિલ્હી મેટ્રો રેલ નિગમ (ડીએમઆરસી)ના પુર્વ પ્રમુખ અને મેટ્રો મેનના નામથી જાણીતા શ્રીધરને પણ આ પહેલા આરોપ લગાવ્યો હતો. મહિલાઓ માટે નિ:શૂલ્ક યત્રા સંબંધિત દિલ્હી સરકારના પ્રસ્તાવ એક ચૂંટણી સ્ટંટ છે. તેમણે કેજરીવાલ સરકારને ચૂંટણી ફાયદા માટે કૂશળ અને સફળ સાર્વજનિક પરિવરન પ્રણાલીને બર્બાદ કરવાનો અનુરોધ કર્યો હતો. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને લખેલા એક પત્રમાં શ્રીધરને કહ્યું હતું કે, નિ:શૂલ્ક યાત્રાથી વધારે ભીડ વધશે અને દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ ઉદ્ભવી શકે છે.
(ઇનપુટ એજન્સી)


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...