મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: દૂધની ખાલી થેલીના પણ ગ્રાહકોને મળશે પૈસા...
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં પ્લાસ્ટિક પર અંકૂશ લગાવવાની કવાયત અંતર્ગત એક મોટો નિર્ણય લીધો છે. જેના અંતર્ગત હવે લોકોને ખાલી દૂધની થેલી વેચાણકર્તાને પરત કરવાની રહેશે.
Trending Photos
નવી દિલ્હી/ મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં પ્લાસ્ટિક પર અંકૂશ લગાવવાની કવાયત અંતર્ગત એક મોટો નિર્ણય લીધો છે. જેના અંતર્ગત હવે લોકોને ખાલી દૂધની થેલી વેચાણકર્તાને પરત કરવાની રહેશે. આ નિર્ણય મોટાભાગની પ્લાસ્ટિક થેલીઓ પર પ્રતિબંધ લગાવવા માટે લેવામાં આવ્યો છે.
તેની અવેજમાં ખાલી થેલી માટે વેચાણકર્તાને પ્રતિ થેલી 50 પૈસા લોકોને ડિપોઝિટ તરીકે આપવાના રહેશે. હકિકતમાં મહારાષ્ટ્રમાં પ્રતિદિવસ 1 કરોડ દુધની થેલીઓ એટલે કે, લગભગ 31 ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ઘટાડો કરવા માટે પ્લાસ્ટિક બંધના અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. (વિસ્તૃત જાણકારી માટે રાહ જુઓ)
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે