નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે કાશ્મીરના 5 અલગાવવાદી નેતાઓની સુરક્ષા સહિત અન્ય તમામ સરકારી સુવિધાઓ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આ માટે સરકારી આદેશ પણ જારી કરી દેવાયા છે. 5 અલગાવવાદી નેતાઓમાં મીરવાઈઝ ઉમર ફારુક, અબ્દુલ ગની બટ, બિલાલ લોન, હાશિમ  કુરેશી, શાબિર શાહ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે તેમને ઉપલબ્ધ કરાવેલી સુવિધાઓ અને વાહન રવિવાર સાંજ સુધીમાં પાછા લઈ લેવાનો નિર્ણય લીધો છે. નિર્ણય મુજબ હવે આ અલગાવવાદી નેતાઓને કોઈ પણ ભોગે સુરક્ષા દળો કે અન્ય સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. જો તેમની પાસે કઈંક અન્ય સરકારી સુવિધાઓ હશે તો પણ પાછળથી તેને પણ  પાછી ખેંચી લેવામાં આવશે. 


આઘાતજનક... હિમાચલમાં રહેતો કાશ્મીરી વિદ્યાર્થી પુલવામા હુમલા અંગે પહેલેથી જાણતો હતો!


અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે સંદિગ્ધ સંપર્ક રાખવા બદલ કાશ્મીરી અલગાવવાદી નેતાઓને મળેલી સુરક્ષાની સમીક્ષાની વાત કરી હતી. એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે એક સૂચન આપ્યું હતું ત્યારબાદ જેમના પર આઈએસઆઈ સાથે સંબંધો રાખવાનો શક છે તેવી વ્યક્તિઓને મળેલી સુરક્ષા પર સમીક્ષા કરવામાં આવશે.


પુલવામા હુમલા અંગે થયો ચોંકાવનારો ખુલાસો, વિસ્ફોટને અંજામ આપતા પહેલા આતંકીએ...


તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર સરકારના ગૃહ સચિવ અલગાવવાદીઓને મળેલી સુરક્ષાની સમીક્ષા કરશે અને ત્યારબાદ પાછી ખેંચવા પર નિર્ણય લેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર અલગાવવાદીઓને મળેલી સુરક્ષાની સમીક્ષા કરશે. કારણ કે તેમને મોટાભાગની સુરક્ષા જમ્મુ કાશ્મીર પોલીસ ઉપલબ્ધ કરાવે છે. 


શહીદોના પરિવારોની વ્હારે આવ્યાં દેશવાસીઓ, 'ભારત કે વીર' પોર્ટલ પર 36 કલાકમાં કરોડો રૂપિયા જમા


અત્રે જણાવવાનું કે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં જૈશ એ મોહમ્મદના આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા છે. શનિવારે આ શહીદોને અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે દેશમાં ગમનો માહોલ છવાઈ ગયો. આ જવાનોની શહાદતથી દેશ ગુસ્સામાં છે. આક્રોશમાં છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...