આ કર્મચારીઓ માટે લાગુ થયું 7મું પગારપંચ, એરિયર્સનો પણ મળશે લાભ
કેન્દ્ર સરકાર દ્વારા દેશના શિક્ષણ ક્ષેત્ર સાથે સંકલાયેલા કર્મચારીઓ અને શિક્ષકો માટે સાતમું પગારપંચ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના શિક્ષણ ક્ષેત્રના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી 7મું પગારપંચ લાગુ કરવાની માગણી કરી રહ્યા હતા. હવે તેમણે વધુ રાહ જોવી નહીં પડે. કેન્દ્ર સરકાર દ્વારા દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને નવા વર્ષની ભેટ સ્વરૂપે 7મું પગારપંચ લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. આ શિક્ષણ સંસ્થાઓના પ્રોફેસરો, સ્ટાફ અને ટેક્નીકલ ઈન્સ્ટિટ્યુટના કર્મચારીઓને 7મા પગારપંચ મુજબ 1 જાન્યુઆરી, 2019ની વેતન ચૂકવવામાં આવશે.
પશ્ચિમ બંગાળઃ ભાજપની રથયાત્રાને સુપ્રીમ કોર્ટે મંજૂરી ન આપી
શિક્ષકોને ફાયદો આપવા ઉપરાંત કેન્દ્ર સરકારે એ સંસ્થાઓને પણ રાહત આપી છે જે કર્મચારીઓને એરિયર્સ ચૂકવશે. સરકારને એરિયર્સ પાછળ થનારા ખર્ચના 50 ટકા ભોગવવાની પણ જાહેરાત કરી છે. 1 જાન્યુઆરી, 2016થી 31 માર્ચ, 2019 દરમિયાનના સમયગાળા માટે એરિયર્સ પાછળ જે કોઈ ખર્ચ આવશે તેનો 50 ટકા ખર્ચ સરકાર શૈક્ષણિક સંસ્થાઓને પાછો આપશે.
17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં, જાણો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ
શિક્ષકો માટે જાહેરાત થયા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓ માટેનો પણ માર્ગ મોકળો થતો દેખાઈ રહ્યો છે. સૂત્રો અનુસાર ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકા વધારીને 3 ગણું કરવામાં આવી શકે છે. કર્મચારીઓને તેનો સીધો લાભ મળશે અને તેમનું લઘુત્તમ વેતન રૂ.18,000 પ્રતિ માસથી વધીને રૂ.21,000 જેટલું થઈ જશે. ફિટમેન્ટ ફેક્ટરને પણ 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરવાની વિચારણા છે.