નવી દિલ્હીઃ મોદી સરકાર નવા વર્ષમાં નવી ભેટ આપવાની તૈયારીઓ કરી રહી છે. ખાસ કરીને બેરોજગારો માટે મોદી સરકારે વિશેષ આયોજન કર્યું છે. 1 જાન્યુઆરી બાદ બેરોજગારોને માત્ર કેટલાક દિવસમાં જ નોકરી મળી જશે. મોદી સરકાર 1 જાન્યુઆરીથી વધુ એક સૌથી મોટી યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત બેરોજગારોને પોતાની સાથે જોડીને તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને નોકરી પણ. સરકાર તેમને વરૂણ મિત્ર બનાવીને રોજગાર આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'વરૂણ મિત્ર' શું છે?
મોદી સરકારનો આ કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ MNRE અને NISE દ્વારા સંચાલિત છે. તેને સોલર વોટર પમ્પિંગ 'વરૂણ મિત્ર' નામ અપાયું છે. આ કાર્યક્રમમાં બેરોજગારોને વિશેષ તાલીમ આપવામાં આવશે અને આ તાલીમ બાદ તેમને નોકરી પણ મળી જશે. આ ટ્રેનિંગ 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી, 2019 દરમિયાન આપવામાં આવશે. જેમાં કુલ 120 કલાકનો ક્લાસ લેવામાં આવશે. કાર્યક્રમ સાથે જોડાવા માટે તમારે 28 ડિસેમ્બર પહેલાં અરજી કરી દેવાની રહેશે. 


જાહેર ક્ષેત્રની બેન્કોની બુધવારે હડતાળ, નાણાકિય વ્યવહારો થઈ જશે ઠપ


કેવા પ્રકારની ટ્રેનિંગ હશે 
આ કાર્યક્રમ અંતર્ગત જુદા-જુદા મોડ હશે. તેમાં ક્લાસરૂમ લેક્ચર ઉપરાંત પ્રેક્ટિકલ હેન્ડ્સઓન, ફીલ્ડ વિઝિટ અને ઈન્ડસ્ટ્રિયલ વિઝિટ પણ કરાવાશે. ટ્રેનિંગ મફતમાં આપવામાં આવશે, પરંતુ જો તમે હોસ્ટેલમાં રહેવા માગતા હોવ તો તમારે રોજના રૂ.600 આપવાના રહેશે. આ ટ્રેનિંગ ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, આઈએન્ડસીમાં ડિપ્લોમા હોલ્ડર્સ, ગ્રેજ્યુએટ એન્જિનિયર, સોલર એન્ટરપ્રેન્યોર્સ, પીએસયુ અધિકારી માટે ફાયદાકારક સાબિત થશે. 


કેવી રીતે અરજી કરી શકાશે 
ટ્રેનિંગ માટે તમારા 28 ડિસેમ્બર સુધીમાં vrunmitra.nise@gmail.com કે startups.nise@gmail.com પર એક ઈમેલ કરવાનો હશે. નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને તમે ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છે. 


https://mnre.gov.in/sites/default/files/webform/notices/Revised%20Solar%20Water%20Pumping%20System.pdf


ભારતના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક...