નવી દિલ્હીઃ કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે ગુરૂવારે કહ્યું કે ગૃહ મંત્રાલય આગામી વર્ષે એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની પાકિસ્તાન યાત્રા પર નિર્ણય કરશે, પરંતુ મને લાગે છે કે ખેલાડીઓની સરહદ પાર જવાની સંભાવના ખુબ ઓછી છે. પરંતુ અનુરાગ ઠાકુર આશા કરી રહ્યાં છે કે પાકિસ્તાન ટીમ આગામી વર્ષે 50 ઓવરના વિશ્વકપમાં ભાગ લેવા માટે ભારત આવશે. તેમણે કહ્યું કે અમે દરેક ટીમનું સ્વાગત કરીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં આ મુદ્દો ત્યારે ઉઠ્યો જ્યારે બીસીસીઆઈના સર્કુલરમાં આ વાતનો ઉલ્લેખ હતો કે એશિયા કપ 2023 માટે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે, પરંતુ ટીમે સરકારની મંજૂરી લેવી પડશે. પરંતુ બીસીસીઆઈના સચિવ જય શાહ, જે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પણ છે, તેમણે મંગળવારે કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે નહીં. ટૂર્નામેન્ટ ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે. 


તેવામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો પત્ર પણ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એસીસીએ આ મામલા પર જલદી બેઠક કરવી પડશે. આ સિવાય ભારતનો આ નિર્ણય આગામી વર્ષે ભારતમાં યોજાનારા વનડે વિશ્વકપમાં પાકિસ્તાન ટીમની ભાગીદારીને પ્રભાવિત કરી શકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube