નવી દિલ્હીઃ કેન્દ્રએ રવિવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મહિનાના દરેક દિવસે અને મોડે સુધી રાશનની દુકાનો ખુલી રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેનો ઇરાદો ગરીબોને સમય પર અને સુરક્ષિત રીતે સબ્સિડી યુક્ત અને ફ્રી અનાજ વિતરણ બરોબર થાય તે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સંદર્ભમાં કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે પરામર્શ જારી કર્યો છે. મંત્રાલયને જાણકારી મળી હતી કે કેટલાક રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસ રોકવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે રાશનની દુકાનો પર અનાજ વિતરણના સમયને ઘટાડી દેવામાં આવ્યો છે. તેનાથી લાભાર્થીઓને અનાજ પ્રાપ્ત કરવા માટે પૂરતો સમય મળી રહ્યો નથી. 


મંત્રાલયે નિવેદનમાં કહ્યું- કેટલાક રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લૉકડાઉન લાગૂ છે, તેના કારણે વાજબી ભાવની દુકાનો (એફપીએસ)કે રાશનની દુકાનોના કામકાજમાં કલાકોની કમી આવી શકે છે. તેને જોતા ખાદ્ય તથા જાહેર વિતરણ વિભાગે, 15 મે 2021ના એક પરામર્શ જારી કર્યો છે. પરામર્શમાં રાશનની દુકાનો મહિનાના બધા દિવસે ખોલવાની મંજૂરી આપવાનું કહ્યું છે. 


આ પણ વાંચોઃ કાબુમાં આવી રહ્યો છે Corona, પોઝિટિવિટી રેટ 24.47% થી ઘટીને 16.98% થયો 


ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ પ્રતિ વ્યક્તિ 5 કિલો ખાદ્યાન્ન એકથી ત્રણ રૂપિયા કિલોના દરે 80 કરોડથી વધુ ગરીબ પરિવારોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ સિવાય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાઈ) હેઠળ બે મહિના.. મે અને જૂન... માટે તે લાભાર્થીઓને ફ્રીમાં પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ આપવામાં આવી રહ્યું છે જેથી કોરોના મહામારીની બીજી લહેર અને તેને રોકલા માટે લગાવવામાં આવેલા લૉકડાઉન અને અન્ય પ્રતિબંદોની અસર ગરીબો પર પડે નહીં. 


નિવેદન પ્રમાણે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તે આગ્રહ કરવામાં આવ્યો છે કે લાભાર્થીઓને કોઈ મુશ્કેલી વગર ખાદ્યાન્નનો સમય વિતરણ નક્કી કરવા માટે જરૂરી પગલા ભરવામાં આવે અને આ સંબંધમાં કરવામાં આવેલા ઉપાયોનો વ્યાપક પ્રચાર પણ કરે.


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube