COVID-19: કોરોનાના દર્દીઓમાં વધી રહ્યાં છે ટીબીના કેસ, સરકારે આપ્યો ખાસ આદેશ
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી અખબારી યાદી પ્રમાણે કેટલાક મીડિયા રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કોરોનાના દર્દીઓમાં અચાનક ટીબીના કેસ વધી રહ્યાં છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓમાં ટીવીના કેસમાં વધારો થવાની માહિતી મળી રહી છે. તેને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બધા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ટીબીની તપાસ કરાવવાનું કહ્યું છે. સાથે ટીબીના દર્દીઓ માટે પણ કોરોના તપાસ કરાવવાની ભલામણ કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી અખબારી યાદી પ્રમાણે કેટલાક મીડિયા રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કોરોનાના દર્દીઓમાં અચાનક ટીબીના કેસ વધી રહ્યાં છે.
સરકારે બધા કોરોના સંક્રમિતો માટે ટીબી અને ટીબીના દર્દીઓ માટે કોરોના ટેસ્ટની ભલામણ કરી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દરરોજ આવી રીતે સામે આવી રહેલા કેસોથી ડોક્ટર પણ ચિંતિત છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ 2021 સુધી સારી દેખરેખ અને ટીબી તથા કોવિડ-19ના મામલાની જાણકારી લગાવવાના પ્રયાસોમાં એકરૂપતા લાવે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલયે ટીબી-કોવિડ અને ટીબી-આઇએલઆઈ/એસએઆરઆઈની દ્વિ-દિશાત્મક તપાસની જરૂરીયાત પર ભાર આપતા સલાહ અને માર્ગદર્શન પણ જારી કર્યું છે. ઘણા કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યોએ તેને લાગૂ પણ કરી દીધું છે.
આ પણ વાંચોઃ NCP અને BJP એક નદીના બે કિનારા, બંનેનું એક સાથે આવવું અસંભવઃ નવાબ મલિક
પ્રતિબંધોને કારણે ટીબીના કેસમાં ઘટાડો
મંત્રાલયે કહ્યું કે, કોરોના મહામારી સંબંધી પ્રતિબંધોને કારણે પાછલા વર્ષે ટીબીના કેસની સૂચનાઓમાં 25 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ બધા રાજ્યો દ્વારા આ પ્રભાવને ઓછો કરવા માટે ટીબીના દર્દીઓની જાણકારી લગાવવા માટે ઓપીડીમાં વિશેષ તપાસ કરવામાં આવી રહી છે અને સમુદાયોમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પરંતુ વર્તમાનમાં આવા પર્યાપ્ત પૂરાવા મળ્યા નથી, જેના આધાર પર તે કહી શકાય કે કોરોનાને કારણે ટીબીના દર્દીઓ વધી રહ્યાં છે કે કે કેસની જાણકારી મેળવવાથી ટીબીના દર્દીઓ વધુ મળી રહ્યાં છે. ટીબી અને કોરોનાની ડબલ રોગિતાને આ તથ્યના માધ્યમથી વધુ ઉજાગર કરી શકાય છે કે બંને બીમારીઓને સંક્રામક માનવામાં આવે છે અને ખાસ કરીને બંને સંક્રમણ ફેફસા પર હુમલો કરે છે. તેના દર્દીઓમાં ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા લક્ષણો જોવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube