NCP અને BJP એક નદીના બે કિનારા, બંનેનું એક સાથે આવવું અસંભવઃ નવાબ મલિક

નવાબ મલિકે કહ્યુ કે, રાજનીતિ વિચારોના આધાર પર થાય છે, સંઘનો રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદી પાર્ટીના રાષ્ટ્રવાદમાં જમીન આસમાનનું અંતર છે. 

NCP અને BJP એક નદીના બે કિનારા, બંનેનું એક સાથે આવવું અસંભવઃ નવાબ મલિક

મુંબઈઃ એનસીપીના સીનિયર નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યુ કે ભાજપ અને એનસીપી નદીના બે કિનારા છે. જ્યાં સુધી નદીમાં પાણી છે, આ બંને સાથે ન આવી શકે. તેમણે કહ્યું કે, અમે સંપૂર્ણ રીતે અલગ છીએ, ભલે તે વૈચારિક હોય કે પછી રાજકીય દ્રષ્ટિ હોય. એનસીપી અને ભાજપનું સાથે આવવું અસંભવ છે. રાજનીતિ વિચારોના આધાર પર થાય છે, સંઘનો રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદી પાર્ટીના રાષ્ટ્રવાદમાં જમીન આસમાનનું અંતર છે. 

નવાબ મલિકનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવાર અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે એક કલાક બેઠક થઈ છે. બંને નેતાઓ વચ્ચે ક્યા મુદ્દા પર ચર્ચા થઈ તેની કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ શિવસેનાનું કહેવું છે કે શરદ પવાર રાષ્ટ્રપતિ પદ માટે દાવેદાર બની શકે છે. 

— ANI (@ANI) July 17, 2021

નવાબ મલિકે કહ્યુ કે, શરદ પવાર છેલ્લા 2 દિવસથી દિલ્હીમાં છે. રાજ્યસભામાં ભાજપના નેતાના રૂપમાં નિમણૂક થયા બાદ પીયુષ ગોયલે તેમની સાથે શિષ્ટાચાર મુલાકાત કરી. કાલે શરદ પવારે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. 

એનસીપી નેતાએ તે વાતોને નકારી દીધી જેમાં કહેવામાં આવ્યું છે કે શરદ પવાર સાથે મહારાષ્ટ્રના વિપક્ષી નેતાઓએ મુલાકાત કરી છે. મલિકે કહ્યુ- ઘણા લોકો ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમ કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના વિપક્ષી નેતાઓએ શરદ પવાર સાથે મુલાકાત કરી (પીએમ અને રક્ષા મંત્રીની સાથે તેમની બેઠકોની પૃષ્ટભૂમિમાં).

ઉલ્લેખનીય છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે શરદ પવાર અને પૂર્વ રક્ષા મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા એકે એન્ટની સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે પણ હાજર રહ્યા હતા. 

શરદ પવારની ગણના દેશના વરિષ્ઠ અને અનુભવી નેતાઓમાં થાય છે. 80 વર્ષના પવારના બધી રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે સારા સંબંદ છે. આ પહેલા તેમણે વિપક્ષી નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. તેમની આ કવાયતને વિપક્ષની એકતાને મજબૂત કરવાના પ્રયાસના રૂપમાં જોવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news