15-18 વર્ષના બાળકોને આપવામાં આવશે Covaxin, જાણો શું હશે નિયમ, સરકારે જાહેર કરી ગાઇડલાઇન
1 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકો પોતાના આઈડી કાર્ડથી રજીસ્ટ્રેશન કરી Cowin એપ પર પોતાનો સ્લોટ બુક કરાવી શકશે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 15-18 વર્ષના બાળકો માટે કોરોના વેક્સીનેશનની ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. આ સાથે હેલ્થકેર અને ફ્રંટલાઇન વર્કર્સ માટે પ્રિકોશન ડોઝના નિયમ પણ જાહેર કરવામાં આવ્યા છે. કોમોરબિડિટીવાળા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ પ્રિકોશન ડોઝના દિશાનિર્દેશ જાહેર થયા છે. અમે અહીં તમને વેક્સીનેશનની મુખ્ય વાતો વિશે માહિતી આપી રહ્યાં છીએ.
રસીકરણ અભિયાનના આગામી તબક્કાની મુખ્ય વાતો
1. 1 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકો પોતાના આઈડી કાર્ડથી રજીસ્ટ્રેશન કરી Cowin એપ પર પોતાનો સ્લોટ બુક કરાવી શકશે.
2. Cowin એપ પર બાળકોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પ્લેટફોર્મ પર મોટા લોકોના રજીસ્ટ્રેશન જેવી હશે.
3. Cowin પ્લેટફોર્મના પ્રમુખ ડો. આર એસ શર્માએ કહ્યુ- આધાર અને અન્ય રાષ્ટ્રીય ઓળખ પત્ર સિવાય બાળકો રજીસ્ટ્રેશન માટે પોતાના ધોરણ 10ના આઈડી કાર્ડનો ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચોઃ ભારતમાં ત્રીજી લહેર! દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, 7 મહિના બાદ સૌથી વધુ કેસ નોંધાયા
પ્રિકોશન ડોઝ કેવી રીતે આપવામાં આવશે?
1. કોમોરબિટીઝવાળા 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બધા લોકો જેને કોરોના વેક્સીનના બે ડોઝ લાગી ચુક્યા છે, તેને ડોક્ટરની સલાહ પર 10 જાન્યુઆરી 2022થી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.
2. આ પ્રિકોશન ડોઝની પ્રાથમિકતા અને સીક્વેન્સિંગ બીજો ડોઝ લગાવવાની તારીખથી 9 મહિના એટલે કે 39 સપ્તાહ પૂરા કરવાના આધાર પર હશે.
3. તમામ નાગરિકોને વેક્સીનેશન સેન્ટર પર કોવિડની પ્રિકોશન ડોઝ ફ્રી લાગશે.
4. જે પેમેન્ટ કરવાની ક્ષમતા રાખે છે તેને ખાનગી હોસ્પિટલોના વેક્સીનેશન સેન્ટરોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ કાનપુરના અત્તર વેપારી પીયૂષ જૈનને 14 દિવસની જેલ, અત્યાર સુધી મળ્યા 194 કરોડ રોકડા
પ્રિકોશન ડોઝ માટે કઈ રીતે થશે રજીસ્ટ્રેશન?
1. હેલ્થવર્કર, ફ્રંટલાઇન વર્કર અને કોમોરબિડિટીવાળા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો પોતાના હાલના કોવિન એકાઉન્ટ દ્વારા વેક્સીનેશન લઈ શકશે.
2. પ્રિકોશન ડોઝ માટે એવા લાભાર્થીઓની પાત્રતા કોવિન સિસ્ટમમાં બીજો ડોઝ લેવાની તારીખ પર આધારિત હશે.
3. ડોઝનો સમય આવવા પર કોવિન આવા લાભાર્થીઓને એક એસએમએસ મોકલશે. જેમાં જણાવવામાં આવશે કે તે હવે પ્રિકોશન ડોઝ લઈ શકે છે.
ક્રિસમસ પર પ્રધાનમંત્રીએ કરી હતી જાહેરાત
દેશમાં કોરોનાના વધતા કેસ અને ઓમિક્રોનની ચિંતા વચ્ચે શનિવારે ક્રિસમસના દિવસે પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. તેમણે આ દરમિયાન અનેક મોટી જાહેરાત કરી હતી. તેમાં કોરોના વોરિયર્સને બૂસ્ટર ડોઝ આપવા સિવાય 15-18 વર્ષની ઉંમરના બાળકોના રસીકરણ શરૂ થવાની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ હતુ કે 3 જાન્યુઆરીથી 15 વર્ષથી 18 વર્ષ વચ્ચેના બાળકોનું રસીકરણ શરૂ થશે. તેમણે જાહેરાત કરી હતી કે 60 વર્ષથી વધુ ઉંમરના કો-મોરબિડિટીવાળા નાગરિકોને તેમના ડોક્ટરની સલાહ પર પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. જે 10 જાન્યુઆરીથી શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube