ભારતમાં ત્રીજી લહેર! દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, 7 મહિના બાદ સૌથી વધુ કેસ નોંધાયા

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી સોમવારે જારી હેલ્થ બુલેટિન અનુસાર છેલ્લા 24 કલાકમાં જ્યાં કોરોનાના 331 નવા કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું નિધન થયુ છે.

ભારતમાં ત્રીજી લહેર! દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, 7 મહિના બાદ સૌથી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના (COVID-19) નો વિસ્ફોટ થયો છે. સોમવારે દિલ્હીમાં કોરોનાના નવા 331 કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 14.43 લાખને પાર પહોંચી ગઈ છે. આ સાથે પોઝિટિવિટી રેટ પણ વધીને 0.70 ટકાની નજીક પહોંચી ગયો છે. અહીં એક્ટિવ કેસ પણ વધીને 1300ની નજીક પહોંચી ગયા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 7 મહિના બાદ સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. 

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી સોમવારે જારી હેલ્થ બુલેટિન અનુસાર છેલ્લા 24 કલાકમાં જ્યાં કોરોનાના 331 નવા કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું નિધન થયુ છે. દિલ્હીમાં આજે 144 લોકો સાજા થયા છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમિતોની કુલ સંખ્યા 14,43,683 થઈ ગઈ છે. 

રાજધાનીમાં હવે કોરોના વાયરસ સંક્રમણના એક્ટિવ કેસ એકવાર ફરી વધીને 1289 થઈ ગયા છે. તો તો અત્યાર સુધી 14,17,288 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. આ સાથે અત્યાર સુધી દિલ્હીમાં કોરોનાને કારણે 25106 લોકોના મૃત્યુ થયા છે. 

દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર આજે દિલ્હીમાં કુલ 48,589 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 46,549 આરટીપીઆર/સીબીએનએએટી/ટ્રૂનૈટ ટેસ્ટ અને 2040 રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી 32,44,7831 ટેસ્ટ થયા છે અને પ્રતિ 10 લાખ લોકો પર 17,07,780 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હવે દિલ્હીમાં કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા વધીને 310 થઈ ગઈ છે. 

મહત્વનું છે કે દિલ્હીમાં વધતા કોવિડ-19 મામલાને કારણે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સોમવારથી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. રાત્રે 11 કલાકથી શરૂ થઈ રહેલા રાત્રી કર્ફ્યૂમાં દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, જરૂરી વસ્તુઓ ખરીદવા જતા લોકો અને રેલવે, બસ સ્ટેશન અને એરપોર્ટથી આવતા-જતા લોકોને છૂટ આપવામાં આવશે. ડીડીએમએના આદેશ પ્રમાણે રાત્રે 11 કલાકથી સવારે 5 કલાક સુધી પ્રતિબંધ રહેશે. જે લોકો ઇમરજન્સી સેવાઓ અને મીડિયા સાથે જોડાયેલા છે તેને આ કર્ફ્યૂમાં છુટ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news