નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ વચ્ચે લોકડાઉનમાં મજૂરોનું પલાયન ચાલુ છે. હજારો મજૂર ભૂખ્યા-તરસ્યા ગામ જઇ રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે તે બેઘર અને પ્રવાસી મજૂરોને ભોજન, કપડાં અને દવાની વ્યવસ્થા કરે. ગૃહ મંત્રાલયની સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે શનિવારે બપોરે આયોજિત પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું હતું કે ''તમમ રાજ્યો ઇમરજન્સી ફંડનો ઉપયોગ કરી મજૂરોને સુવિધાઓ પુરી પાડે. પ્રવાસી મજૂરોની સમસ્યા પર રાજ્ય, કેન્દ્ર સરકારના નોડલ અધિકારીઓના સંપર્કમાં છે.''


આ અવસર પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ''સરકારનું લક્ષ્ય કોરોનાને ફેલાવવાને રોકવાનો છે. એમ્સમાં રાષ્ટ્રીય કંસલ્ટિંગ સેન્ટર ખોલવામાં આવ્યું. ગંભીર બિમારીવાળા દર્દીને CGHS માં એકસાથે ત્રણ મહિનાની દવા મળશે.'' 


આ અવસર પર આઇસીએમઆરના ડો. રમણ ગંગાખેડકરે જણાવ્યું ''કોરોના વાયરસને લઇને અત્યારે કોઇ વેક્સીન બની નથી, જેનું માણસો પર પરીક્ષણ થઇ શકે છે. 400 લોકો પ્રાઇવેટ લેબમાં અત્યાર સુધી કોરોનાથી પોઝિટિવ જોવા મળ્યા છે.
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર