ડિસેમ્બર સુધી દેશના તમામ લોકોનું રસીકરણ કરવાનો કેન્દ્રનો દાવો જૂઠ્ઠોઃ મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે, ડિસેમ્બર 2021 પહેલા બધા નાગરિકોને વેક્સિન લગાવવાના દાવો જૂઠ છે.
નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા રસીકરણ વચ્ચે કોરોના વેક્સિનની અછતે બીજી લહેરના કહેર દરમિયાન સરકારની ચિંતા વધારી દીધી છે. પરંતુ એક તરફ જ્યાં તેના પ્રોડક્શનને વધારવાનું કહેવામાં આવ્યું છે તો બીજીતરફ ફાઇઝર સહિત બીજી ઘણી અન્ય વેક્સિન બનાવનારી વિદેશી કંપનીઓ પાસેથી ખરીદી માટે સતત વાતચીત ચાલી રહી છે. તો રાજ્ય સરકાર કહી રહી છે કે કેન્દ્ર તેને ખરીદીને વેક્સિન ઉપલબ્ધ કરાવે.
મમતા બેનર્જી બોલ્યા- કેન્દ્ર ફ્રીમાં આપે વેક્સિન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે, ડિસેમ્બર 2021 પહેલા બધા નાગરિકોને વેક્સિન લગાવવાના દાવો જૂઠ છે. તેમણે કહ્યું કે, તે માત્ર આધાર વગરની વાતો કરી રહ્યાં છે. બંગાળના મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, કેન્દ્ર રાજ્ય સરકારોને વેક્સિન મોકલી રહી નથી. કેન્દ્રએ વેક્સિનની ખરીદી કરવી જોઈએ અને રાજ્ય સરકારોને ફ્રી આપવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે સરકાર પાસે માંગ્યો વેક્સિનનો હિસાબ, કહ્યું- તમામ વિગત જમા કરો
ઓડિશાના મુખ્યમંત્રીએ પત્રમાં કહ્યુ કે, જે વર્તમાન પરિસ્થિતિ બની છે તેમાં સૌથી સારો વિકલ્પ એ છે કે ભારત સરકાર વેક્સિનની ખરીદી કરે અને રાજ્યોમાં તેનું વિતરણ કરે જેથી આપણા નાગરિકોને જલદીથી જલદી વેક્સિન લાગી શકે. તેમણે આગળ કહ્યું કે, વેક્સિનેશન પ્રોગ્રામ રાજ્યો પર છોડી દેવો જોઈએ, જે પોતાના સ્તર પર તંત્રનો ઉપયોગ કરતા લોકોને વેક્સિન લગાવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube