Covid Vaccination: વેક્સિનેશન પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, કેન્દ્રને અત્યાર સુધી ખરીદવામાં આવેલી વેક્સિનની સંપૂર્ણ વિગત આપવાનું કહ્યું
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોના વેક્સિનની ખરીદી સાથે જોડાયેલી સંપૂર્ણ જાણકારી આપવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે, વેક્સિનની ક્યારે-ક્યારે કેટલી ખરીદી થઈ તેનો ડેટા રજૂ કરો.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વેક્સિનેશનને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે વેક્સિન ખરીદીની સંપૂર્ણ વિગત આપવાનું કહ્યું છે. કોર્ટે ગુરૂવારે કેન્દ્રને આદેશ આપ્યો કે અત્યાર સુધી વેક્સિનની ખરીદી થઈ છે તેની સંપૂર્ણ વિગત રજૂ કરે. આ સિવાય અત્યાર સુધી કેટલી વસ્તીનું રસીકરણ થયું છે, તેનો પણ ડેટા રજૂ કરે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યુ કે તે જણાવે કે અત્યાર સુધી કોરોનાની કેટલી વેક્સિન ક્યારે-ક્યારે ખરીદવામાં આવી છે. કેટલી વસ્તીને રસી આપવામાં આવી ચુકી છે અને બાકી બચેલા લોકોનું ક્યાં સુધી રસીકરણ થઈ જશે. સર્વોચ્ચ કોર્ટે સરકારને તે પણ પૂછ્યું કે બ્લેક ફંગસની સારવાર માટે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે શું પગલા ભર્યા છે, તેની પણ જાણકારી આપે.
આ પણ વાંચોઃ રસી નથી તો કેમ જોર-શોરથી ખોલી રહ્યાં છો વેક્સિનેશન સેન્ટર, દિલ્હી સરકારને હાઈકોર્ટની ફટકાર
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, સરકાર તે ડેટા આપે અને સ્પષ્ટ રીતે જણાવે કે ત્રણેય વેક્સિન (કોવિશીલ્ડ, કોવૈક્સીન, સ્પૂતનિક-વી) ની ખરીદી માટે ક્યારે-ક્યારે ઓર્ડર આપવામાં આવ્યો. દરેક તારીખ પર વેક્સિનના કેટલા ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો અને તેની સપ્લાયની અનુમાનિત તારીખ શું છે.
આ સિવાય સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને તે પણ જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી કેટલા ટકા વસ્તીને એક કે બે ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગ્રામીણ વિસ્તારમાં કેટલા ટકા લોકોને રસી મળી છે અને શહેરી ક્ષેત્રમાં કેટલા લોકોને.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે