નવી દિલ્હીઃ Sharad Pawar-Ajit Pawar:  રાજનીતિમાં કોઈ કોઈનું દુશ્મન હોતું નથી. સમય અને સમીકરણો પ્રમાણે સ્થિતિ બદલાતી રહે છે. પછી તે સમર્થન હોય કે સંબંધો. વર્તમાન સમયમાં ભારતીય રાજનીતિમાં યુનિફોર્મ સિવિલ કોડ બાદ સૌથી ગરમ મુદ્દો છે મહારાષ્ટ્ર. કાકા શરદ પવાર ભત્રીજા અજીત પવારની જોડી તૂટી ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે પણ આગામી પેઢીને લગામ સોંપવાની વાત આવે છે ત્યારે સંબંધોમાં કડવાશ આવે છે. તેની પાછળનું કારણ પણ એક જ છે, ભેદભાવના આક્ષેપો કે મહત્વાકાંક્ષાઓના ટકરાવ. કદાચ અજિત અને શરદ પવારના સંબંધોમાં પણ કંઈક આવું જ બન્યું હશે. હવે તમને ભારતીય રાજકારણમાં કાકા-ભત્રીજાની જોડી અને તેના તૂટવાની કહાની.


બાલ ઠાકરે-રાજ ઠાકરે
મહારાષ્ટ્ર બાલ ઠાકરે અને રાજ ઠાકરેની જોડીની તાકાત અને તેનું બ્રેકઅપ પણ જોઈ ચુકી છે. બાલ ઠાકરેના નાના ભાઈ શ્રીકાંત ઠાકરેનો પુત્ર છે રાજ ઠાકરે. બાલ ઠાકરેના પત્ની અને રાજ ઠાકરેના માતા આપસમાં સગી બહેનો છે. શિવસેનાના છાત્ર સંગઠન ભારતીય વિદ્યાર્થી સેના દ્વારા રાજ ઠાકરે રાજનીતિમાં કૂદ્યા. 1990ની મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમનો જોરદાર પ્રચાર જોઈને દરેક જણ દંગ રહી ગયા હતા. ધીરે ધીરે, તેમનું કદ બાલ ઠાકરે પછી પાર્ટીમાં નંબર 2 બન્યું. ભાષણ શૈલી, હિંદુત્વ અને મરાઠા ઓળખ પરના તેમના ભાષણો બાળ ઠાકરેની કાર્બન કોપી જેવા લાગતા હતા. બધા માનતા હતા કે તેઓ બાળ ઠાકરેના અનુગામી છે. પરંતુ પછી ઉદ્ધવ ઠાકરેએ ધ્યાન દોરવાનું શરૂ કર્યું. આ પછી રાજ ઠાકરેએ નવેમ્બર 2005માં શિવસેનાથી અલગ થવાની જાહેરાત કરી હતી. 2006માં તેમણે MNSની રચના કરી હતી. બાળ ઠાકરેના અવસાન બાદ એવી અટકળો હતી કે રાજ અને ઉદ્ધવ એકસાથે આવશે પરંતુ એવું બન્યું નહીં.


આ પણ વાંચોઃ ભલભલા ધનિકોને પાછળ પાડી દે તેવો આ ભિખારી, સંપત્તિ એટલી બધી કે...વિચારી પણ ન શકો


શિવપાલ અને અખિલેશ યાદવ
સમાજવાદીમાં અખિલેશ અને શિવપાલના ઝગડાને બધા જાણે છે. મુલાયમ યાદવે સપાનો પાયો નાખ્યો અને શિવપાલની સાથે મહેનત કરી પાર્ટીને આગળ વધારી. પાર્ટીમાં શિવપાલ યાદવનું કદ અલગ હતું. પરંતુ અખિલેશની રાજનીતિમાં એન્ટ્રી બાદ પરિવારમાં વિવાદ વધવા લાગ્યો. 2012માં સપાને પૂર્ણ બહુમતી મળી. પરંતુ મુલાયમ સિંહ યાદવે ખુદની જગ્યાએ અખિલેશને મુખ્યમંત્રી બનાવી દીધા. પરંતુ મુલાયમ સિંહ યાદવનું ખરાબ થતું સ્વાસ્થ્ય અને ઓછી સક્રિયતાને કારણે તેમના ઉત્તરાધિકારીની લડાઈ ઉગ્ર બની. 2017માં જ્યારે સપા ચૂંટણી હારી તો વાત વધુ ખરાબ થઈ ગઈ. 2018માં શિવપાલ યાદવે બળવો કર્યો અને પતાની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી બનાવી લીધી. પરંતુ તેને વધુ ફાયદો થયો નહીં અને તે બીજીવાર સપામાં સામેલ થઈ ગયા. કાકા ભત્રીજાના આ જંગમાં અખિલેશ યાદવ ભારે પડ્યા. 


ચિરાગ પાસવાન-પશુપતિ પારસ
જ્યારે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) ના સંસ્થાપક રામવિલાસ પાસવાનનું નિધન થવાની સાથે પાર્ટીમાં ભાગલા પડી ગયા. રામવિલાસના મોટા પુત્ર ચિરાગ અને તેના ભાઈ પશુપતિ પારસમાં ઉત્તરાધિકારીની લડાઈ થઈ ગઈ. પાર્ટીમાં બે જૂથ બની ગયા. લોજપા (રામવિલાસ) અને રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટી. લોજપા (રામવિલાસ) ની કમાન ચિરાગ પાસવાન પાસે છે. જ્યારે બીજી પાર્ટી પશુપતિ પારસની. બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં ચિરાગ પાસવાને ખુદને મોદીના હનુમાન ગણાવ્યા હતા. પરંતુ તેમને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પશુપતિ પારસ કેન્દ્રીય મંત્રી બની ગયા. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ચુકી છે અને અટકળો છે કે ચિરાગ મોદી કેબિનેટમાં સામેલ થઈ શકે છે અને પશુપતિ પારસને બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube