નવી દિલ્હી: સોશિયલ મીડિયા પણ કમાલની જગ્યા છે. જ્યાં એકબાજુ તે લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે ત્યાં બીજી બાજુ તે ગેરકાયદેસર ધંધાને સરળતાથી કરવા માટેની જગ્યા પણ બનતી જાય છે. જેનો પુરાવો દિલ્હી રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલ સાથે થયેલી ઘટનામાં જોવા મળ્યો. તેમની સાથે ઘટેલી આ ઘટના ફક્ત એક ખરાબ સપનું જ નહીં પરંતુ એ વિચારવા માટે પણ મજબૂર કરે છે કે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે સ્વાતિ માલિવાલે જસ્ટ ડાયલ પર સ્પા મસાજ માટે જાણકારી લેવા માંગી હતી. ત્યારબાદ તેમને 150થી વધુ કોલગર્લ્સના રેટ બતાવવામાં આવ્યા. 


સ્વાતિ માલિવાલની ટ્વીટ
આ ઘટનાની જાણકારી સ્વાતિ માલિવાલે પોતે ટ્વીટ કરીને આપી. સ્વાતિ માલિવાલે ટ્વીટ કરીને કહ્યું કે અમે Justdial પર કોલ કરીને સ્પા મસાજ માટે ફેક ઈન્ક્વાયરી કરી તો અમારા પર 50 એવા મેસેજ આવ્યા કે જેમાં 150થી વધુ છોકરીઓના રેટ બતાવવામાં આવ્યા. જસ્ટ ડાયલ અને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચને સમન પાઠવી રહી છું. આ ધંધાને વધારવામાં Justdial નો શો રોલ છે?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube