ચમોલી : ઉતરાખંડના ચમોલી જિલ્લાના દેવલમાં રવિવારે એક વાહન નદીમાં ખાબક્યું હતું. તેમાં 8 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 5 લોકો ઘાયલ થઇ ગયા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ના એસપી તૃપ્તી ભટ્ટે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગુમ છે. ઘાયલોની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા છે. સાથે જ ગુમ વ્યક્તિને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PAK સીમા પર ડ્રોન દેખાય તો કોઇની પરવાનગી વગર તત્કાલ તોડી પાડવા સેનાને આદેશ
માર્ગ દુર્ઘટના ચમોલી જિલ્લાના દેવાલ બ્લોકમાં થઇ. મળતી માહિતી અનુસાર બલાન ક્ષેત્રના લોકો ગામના એક વૃદ્ધની અંત્યોષ્ટી માટે દેવાલા જઇ રહ્યા હતા. અંત્યેષ્ટિમાં જઇ રહેલા લોકો જે મેક્સ વાહનમાં બેઠેલા હતા, તે બરસાના નજીક અચાનક અનિયંત્રિત થઇ ગયું. ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું અને મેક્સ નદીમાં ખાબક્યું હતું. વાહન પર લગભગ 16થી 18 લોકો બેઠેલા હતા.


પાકિસ્તાને ફરી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું, ભારતીય જવાન શહીદ
સર્બિયામાં પાકિસ્તાને ઉઠાવ્યો જમ્મુ કાશ્મીરનો મુદ્દો, ભડકેલા થરૂરે ઝાટકણી કાઢી
6 લોકોએ છલાંગ લગાવીને જીવ બચાવ્યો
વાહન અનિયંત્રિત થયા બાદ 6 લોકોએ છલાંગ લગાવીને પોતાનો જીવ બચાવ્યો. લોકોએ દુર્ઘટનાની માહિતી તત્કાલ પોલીસને આપી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે એસટીઆરએફના સહયોગથી રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દીધું. લોકો કાઢીને સામુદાયીક સ્વાસ્થય કેન્દ્ર થરાલી લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટર્સની  ટીમે ત્રણેયને મૃત જાહેર કરી દીધા. જ્યારે પાંચના મોત સારવાર દરમિયાન થયા હતા.


ઇંસ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ સાથે PM મોદી બન્યા વર્લ્ડ નં.1 નેતા
દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા જિલ્લાધિકારી
દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ જિલ્લાધિકારી સ્વાતિ ભદોરિયા પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા. તેમણે  રાહત અને બચાવ કાર્ય અંગે માહિતી મેળવી અને જરૂરી નિર્દેશ આપ્યા. આ દુર્ઘટનાથી વિસ્તારમાં ગમનો માહોલ છવાયેલો છે.