PAK સીમા પર ડ્રોન દેખાય તો કોઇની પરવાનગી વગર તત્કાલ તોડી પાડવા સેનાને આદેશ

પાકિસ્તાન સીમા પર રહેલ ભારતીય સુરક્ષા દળોને પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવાની મંજુરી મળી ચુકી છે. જો સીમા પર પાકિસ્તાનનું ડ્રોન 1000 ફૂટની ઉંચાઇ પર ઉડતુ દેખાશે તો ભારતીય સુરક્ષા દળો તેને કોઇની પણ પરવાનગી લીધા વગર જ તોડી પાડી શકશે. હાલમાં જ પાકિસ્તાની સેનાની મદદથી આતંકવાદી સંગઠનોને ડ્રોન દ્વારા પંજાબમાં હથિયાર અને ડ્રગ્સના સપ્લાઇનો કિસ્સો સામે આવ્યો હતો, ત્યાર બાદ ભારતીય સુરક્ષા દળોને સીમા પર પાકિસ્તાનના ડ્રોને તોડી પાડવાની મંજુરી મળી ચુકી છે.
PAK સીમા પર ડ્રોન દેખાય તો કોઇની પરવાનગી વગર તત્કાલ તોડી પાડવા સેનાને આદેશ

નવી દિલ્હી : પાકિસ્તાન સીમા પર રહેલ ભારતીય સુરક્ષા દળોને પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવાની મંજુરી મળી ચુકી છે. જો સીમા પર પાકિસ્તાનનું ડ્રોન 1000 ફૂટની ઉંચાઇ પર ઉડતુ દેખાશે તો ભારતીય સુરક્ષા દળો તેને કોઇની પણ પરવાનગી લીધા વગર જ તોડી પાડી શકશે. હાલમાં જ પાકિસ્તાની સેનાની મદદથી આતંકવાદી સંગઠનોને ડ્રોન દ્વારા પંજાબમાં હથિયાર અને ડ્રગ્સના સપ્લાઇનો કિસ્સો સામે આવ્યો હતો, ત્યાર બાદ ભારતીય સુરક્ષા દળોને સીમા પર પાકિસ્તાનના ડ્રોને તોડી પાડવાની મંજુરી મળી ચુકી છે.

સર્બિયામાં પાકિસ્તાને ઉઠાવ્યો જમ્મુ કાશ્મીરનો મુદ્દો, ભડકેલા થરૂરે ઝાટકણી કાઢી
જમ્મુ કાશ્મીર અને પંજાબ સીમા પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ભારતીય સેનાના જવાનો ફરજ પર છે. બીએસએફના જવાન અનેક વખત સીમા પર પાકિસ્તાની ડ્રોનને ઉડતુ જોઇ ચુક્યા છે. અનેક વખત પાકિસ્તાની ડ્રોન ભારતીય વાયુસેનામાં ઘુસણખોરી પણ કરતા હોય છે અને અનેક વખત સેનાની નજર પડી જવાનાં કારણે તે પરત ફરી જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ જમ્મુ કાશ્મીર સીમા પાર કરવાના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા બાદ પાકિસ્તાન પંજાબના રસ્તે હથિયારો પહોંચાડી રહ્યું છે. 

ઇંસ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ સાથે PM મોદી બન્યા વર્લ્ડ નં.1 નેતા
સુરક્ષા એજન્સીઓનું એલર્ટ
પંજાબ પ્રાંતના અલગ અલગ સ્થળો પર ડ્રોનથી હથિયાર પહોંચાડવા અને અનેક વિસ્તારમાંથી હથિયાર ઝડપી લેવાયા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ ઇશ્યું કર્યું હતું. આ એલર્ટ બાદ પંજાબ અને હિમાચલ પ્રદેશની પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવીને જંગલોમાં આવેલા ઘરોની તલાશી લીધી હતી. સુના રસ્તા પર આઇડી પ્રુફ પણ ચેક કર્યા હતા. સુના રસ્તા પર આવાગમન કરનારાના આઇડી પ્રુફ પણ ચેક કરવામાં આવ્યા હતા.

વાહ સરકાર હોય તો આવી! શહેરમાં પાણી ભરાવા મુદ્દે 22 કર્મચારીઓ પર કાર્યવાહી
ક્યાં ક્યાં દેખાયું ડ્રોન
પંજાબના ફિરોઝપુરમાં 10 ઓક્ટોબરે ઝુંઝારાવાળા સિંહ ગામની નજીક બે ડ્રોન જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર બીએસએફના જવાન અને પોલીસના સિપાહી ડ્રોનને શોધવાના પ્રયાસ કરવામાં આવ્યો. ગ્રામીણના અનુસાર બંન્ને ડ્રોન ગામની નજીક દુર્ઘટનાગ્રસ્ત થઇ ચુક્યા હતા. 

ડુંગળી બાદ હવે લસણે બગાડ્યો ભોજનનો સ્વાદ, કિંમત જાણી કહેશો અરે બાપરે !
અમૃતસરના ખેતરમાં મળ્યું હતું ડ્રોન
આ અગાઉ 7 અને 8 ઓક્ટોબરે પણ ભારતીય સીમામાં પાકિસ્તાની ડ્રોન ઘુસ્યા હતા. જો કે પોલીસનાં દાવા પર વિશ્વાસ કરીએ તો ડ્રોન ભારતીય ક્ષેત્રમાં વસ્તું પાડવામાં નિષ્ફળ રહ્યું હતું. એક ઓક્ટોબરે રાત્રે પણ ફાજિલ્કાના સીમાવર્તી ક્ષેત્રમાં પણ પાકિસ્તાની ડ્રોન અનેક વખત ભારતીય સીમામાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. 13 ઓગષ્ટે અમૃતસરના મુહાવા ગામમાં અનાજના ખેતરમાં પણ એક ડ્રોન પડતું જોવા મળ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news