Chandigarh Mayor Chunav Anil Masih: ચંડીગઢ મેયર ચૂંટણીમાં કથિત ધાંધલી મામલે સુપ્રીમ કોર્ટ સોમવારે લાલઘૂમ જોવા મળી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે લોકતંત્રની હત્યા થઈ રહી છે. તેની પરવાનગી આપી શકાય નહીં. તેમણે પ્રિસાઈડિંગ ઓફિસરના એ વીડિયો ઉપર પણ ટિપ્પણી કરી જેમાં તેઓ કેમેરો જોઈ જોઈને મતપત્ર પર કલમ ચલાવી રહ્યા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ સ્પષ્ટ રીતે આવી કામગીરી કરતા જોઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પરિણામને રદ કરવા, તમામ રેકોર્ડ જપ્ત કરવા અને નવા મેયરના કામકાજ પર રોક લગાવવાની માંગણી કરી હતી. આ મામલે  સોમવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વમાં ત્રણ જજોએ સુનાવણી કરી. બેન્ચ સામે પ્રિસાઈડિંગ ઓફિસરના વીડિયો પણ રજૂ કરવામાં આવ્યા. જેને જોઈને સીજેઆઈ કાળઝાળ થઈ ગયા. 


પ્રિસાઈડિંગ ઓફિસરનો નવો વીડિયો
મેયર ચૂંટણી દરમિયાન પ્રિસાઈડિંગ ઓફિસર અનિલ મસીહના નવા વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ એક મતને ક્રોસ  સાઈન કરીને કેમેરા તરફ જોઈ રહ્યા છે. પછી તે બેલેટ પેપેરને બાસ્કેટમાં મૂકી દે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેમના ગઠબંધન મેયર ઉમેદવારની સ્ટેમ્પવાળા મતોને આ પ્રકારે ક્રોસ કરવાથી રદ કરવામાં આવ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ સતત અનિલ મસીહ પર કાર્યવાહીની માંગણી ઉઠી રહી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube