Luggage Theft in Trains: જો ટ્રેનમાં સામાન ચોરી થઈ જાય તો રેલવે જવાબદાર, કરવી પડશે ભરપાઈ
Luggage Theft in Trains: ચંડીગઢ સ્ટેટ કન્ઝ્યૂમર કમીશને ટ્રેન મુસાફરોના હકમાં એક મહત્વનો નિર્ણય આપ્યો છે. કમિશને કહ્યું કે જો ટ્રેનના રિઝર્વેશનવાળા ડબ્બામાં મુસાફરનો સામાન ચોરી થાય તો મુસાફરના ચોરી થયેલા સામાનની ભરપાઈ રેલવેએ કરવી પડશે.
ચંડીગઢ સ્ટેટ કન્ઝ્યૂમર કમીશને ટ્રેન મુસાફરોના હકમાં એક મહત્વનો નિર્ણય આપ્યો છે. કમિશને કહ્યું કે જો ટ્રેનના રિઝર્વેશનવાળા ડબ્બામાં મુસાફરનો સામાન ચોરી થાય તો મુસાફરના ચોરી થયેલા સામાનની ભરપાઈ રેલવેએ કરવી પડશે. ટ્રેનમાં થયેલી એક ચેન સ્નેચિંગની ઘટના માટે રેલવેને જવાબદાર ઠેરવતા રેલવેના મુસાફરને સામાનની કિંમત ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ 50 હજાર રૂપિયા દંડ તરીકે પણ રેલવેએ ભરવા પડશે.
ચંડીગઢના સેક્ટર 28ના રહીશ એક વ્યક્તિ રામબીરની ફરિયાદ પર કન્ઝ્યૂમર કોર્ટે આ આદેશ આપ્યો છે. રામબીરની પત્નીનું પર્સ અંબાલા રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ છીનવીને ભાગી ગયો. પર્સમાં પૈસા અને કિંમતી સામાન હતો. રામબીર પરિવાર સાથે ચંડીગઢથી દિલ્હી આવી રહ્યો હતો. રામબીરે પહેલા ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર કોર્ટમાં રેલવે વિરુદ્ધ ફરિયાદ કેસ દાખલ કર્યો હતો. પરંતુ ત્યાં તેમના કેસને ફગાવવામાં આવ્યો. જિલ્લા ગ્રાહક કોર્ટના આદેશ વિરુદ્ધ રામબીરે સ્ટેટ કન્યૂઝ્યૂમર કમીશનમાં અપીલ કરી હતી.
રિઝર્વ્ડ ડબ્બામાં ફરતા હતા શંકાસ્પદ લોકો
રામબીરે જણાવ્યું કે તેમણે રેલવે વેબસાઈટથી ગોવા સંપર્ક ક્રાંતિ ટ્રેનમાં ટિકિટ બુક કરાવી હતી. 5 નવેમ્બર 2018ના રોજ જ્યારે ટ્રેન ચંડીગઢથી રવાના થઈ તો તેમણે જોયું કે રિઝર્વ્ડ કોચમાં કેટલાક શંકાસ્પદ લોકો ફરી રહ્યા હતા. તેમણે તેની સૂચના ટીટીઈને આપી. પરંતુ ટીટીઈએ તેમની વાત પર ધ્યાન આપ્યું નહીં. જેવું અંબાલા રેલવે સ્ટેશન આવ્યું કે તે શંકાસ્પદ લોકોમાંથી એક તેમની પત્નીનું પર્સ છીનવીને ચાલુ ટ્રેને કૂદી ભાગી ગયા.
દિયર સાથે ભાભીએ મૂક્યું રોતી ઈમોજીવાળું વોટ્સએપ સ્ટેટસ, પછી જે થયું....પોલીસ સ્તબ્ધ
પતિને કાયર-બેરોજગાર કહેશો તો પણ થઈ જશે છૂટાછેડા! જાણી લો કોર્ટનો મહત્ત્વનો ચૂકાદો
ખુલ્લામાં રહેવાનું, નથી છત કે દીવાલ..છતાં આ હોટલ માટે ખુબ પડાપડી, ખાસ જાણો ક્યાં છે
રેલવેએ આપવા પડશે 1.08 લાખ રૂપિયા
કન્ઝ્યૂમર કમીશને રેલવેને આ મામલે દોષિત ઠેરવતા કહ્યું કે ટ્રેનમાં મુસાફર અને સામાનની સુરક્ષાની જવાબદારી રેલવેની છે. કમીશને રેલવેને રામબીરને તેમના છીનવાઈ ગયેલા સામાનના 1.08 લાખ રૂપિયા અને દંડ તરીકે 50 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો. નોંધનીય છે કે આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે રેલવેને સામાન ચોરી થવા પર જવાબદાર ઠેરવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube