નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરને જેટલું ગૌરવ મળવું જોઈતું હતું તે મળ્યું નથી. પીએમ મોદીએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની છબી બગાડવાનો પ્રયાસ કરાયો હતો. પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર પર લખાયેલા એક પુસ્તકના વિમોચન પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમણે દિલ્હીમાં તમામ પૂર્વ વડાપ્રધાનોનું એક મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ જણાવ્યું કે, આજે નાનો-મોટો કોઈ પણ નેતા હોય 10-12 કિમીની પદયાત્રા કરે તો તે 24 કલાક સુધી સમાચારોમાં ચમકે છે. ચંદ્રશેખરે ચૂંટણી દરમિયાન જ નહીં પરંતુ ગામ, ગરીબ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને પદયાત્રા કરી હતી. તેમ છતાં દેશ તરફથી તેમને જે ગૌરવ મળવું જોઈએ તે આપવામાં આવ્યું નથી. 


2014 પછી દેશમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં આવ્યો ઘટાડોઃ ગૃહ મંત્રાલય 


વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ચંદ્રશેખરજીના વિચારો અંગે કોઈ વાંધો ઉઠાવી શકે છે, પરંતુ જાણીજોઈને અને સમજી વિચારેલી રણનીતિ અંતર્ગત ચંદ્રશેખરજીની યાત્રાને ડોનેશન, ભ્રષ્ટાચાર, મૂડીપતિના પૈસા, આ બધી બાબતોની આજુ-બાજુમાં રાખવામાં આવી હતી, જે અમને યોગ્ય લાગતું નથી. 


ચંદ્રશેખર અટલજીને ગુરૂ કહેતા હતા 
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ચંદ્રશેખરજી અટલજીને હંમેશાં ગુરૂ કહીને બોલાવતા હતા અને ગૃહમાં પણ જ્યારે બોલતા તો અટલજીને એમ કહેતા કે, ગુરૂજી મને માફ કરો, હું આજે આપની થોડી ટીકા કરીશ.'


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....